| |

CRIME: વડનગર વિસ્તારમાંથી ચોરીના એક્ટીવા સાથે એકને ઝડપી લેતી મહેસાણા LCB

lcb mehsana

સુત્રો પાસેથી સામે આવેલી જાણકારી મુજબ રેંજ આઈજી વિરેંદ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા ઇંચાર્જ પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયની સંયુક્ત સુચનાઓથી મહેસાણા એલસીબી પી.આઈ. નીનામા તેમજ સ્ટાફના માણસો વડનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ઠાકોર દેવાજી રત્નાજી કહીપુર વાળાના ખેતરમાં ચોરીમાં ગયેલ એક એક્ટીવા સંતાડી રાખેલ છે .

સદર બાતમીના આધારે જગ્યા પર જઈ તપાસ કરતા એક્ટીવા સાથે ઠાકોર ઘેમરજી રત્નાજી હાજર મળી આવતા એક્ટીવાના કાગળો માગતા સંતોષકારક જવાબ ન મળતા સફેદ કલરનું એક્ટીવા કિ ૨૫૦૦૦/- મળી આવેલ હોય એક્ટીવા ચોરીની ફરિયાદ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં એફ આઈ આર નં- ૨૦૨૪૦૧૦૬૦૧૩૮૦૭ થી દાખલ થયેલી હોઈ સીઆરપીસી ૧૦૨ મુજબ કબજે કરી ઈસમની અટકાયત કરી વધું કાર્યવાહી માટે વડનગર પોલીસને સોંપવામાં આવ્યો છે આમ મહેસાણા એલસીબીએ એક્ટીવા ચોરીનો અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કરી કામગીરી કરી છે

Similar Posts