પોલીસે મેવડ ટોલ ટેક્સ આગળ વોચ ગોઠવી વિદેશી દારૂ અને બિયરના ટીન નંગ 852 અને કિયા ગાડી મળીને કુલ 11,69,100 નો મુદ્દામાલ ઝડપ્યો
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કીયા ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપીયા 11,69,100/- ના મુદામાલ સાથે બે ઇસમને પકડી પાડી ત્રણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા.
તા.૧૭/૦૬/૨૦૨૩ના રોજ PSI એચ.એલ.જોષી તથા ASI આશાબેન,રાજેન્દ્રસીહ, દિલીપસિંહ તથા HC સાબિરખાન, તથા PC રાકેશસિંહ, ભાવિકકુમાર, પાર્થકુમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફિસે હાજર હતા દરમ્યાન HC સાબિરખાન તથા PC ભાવિકકુમારનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, સફેદ કલરની નંબર વગરની ક્રીયા સેલ્ટોસ ગાડીનો ચાલક રાજસ્થાન મંડાર ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરી રાત્રિના આશરે એકાદ વાગ્યાના આસપાસ મહેસાણા થઇ અમદાવાદ ખાતે જનાર છે.
- Advertisement -
જે બાતમી હકીકત આધારે મોજે મેવડ ટોલટેકસ આગળ વોચ રાખી તપાસ કરતાં બાતમી હકીકત વાળી કીયા સેલ્ટોસ ગાડી મહેસાણા તરફથી આવતાં જે ગાડીને મેવડ ટોલ ટેકસ સરકારી તથા ખાનગી વાહનોની આડાશ કરી કોર્ડન કરી પકડી પાડતાં ગાડી ચાલક મોગલ આસીફ ઉર્ફે આસો યુસુફબેગ હમીદભાઇ રહે. રાજપુર ગોમતીપુર, મથુરાભવનની ચાલી, મરીયમ બીવી ચાર રસ્તા, અમદાવાદ તથા કલીનર શાહમહંમદ આદિલ સાજીદભાઇ રહે.૨૬, જનતાનગર, રામોલ રોડ, અમદાવાદ વાળોઓ પોતાના કબજા ભોગવટાની નંબર પ્લેટ વગરની ક્રીયા સેલ્ટોસ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ.૧૧,૬૯,૧૦૦/-ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશનનો ગુન્હો રજી. કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) મોગલ આસીફ ઉર્ફે આસો યુસુફબેગ હમીદભાઇ (રહે. રાજપુર, ગોમતીપુર, મથુરાભવનની ચાલી, મરીયમ બીવી ચાર રસ્તા,અમદાવાદ)
(૨) કલીનર શાહમહંમદ આદિલ સાજીદભાઇ રહે. ૨૬, જનતાનગર,રામોલ રોડ, અમદાવાદ
વોન્ટેડ આરોપીઓ :-
- Advertisement -
(૧) સાબીર ઉર્ફે કાલુ જાવેદઅલી રહે.રામોલ તલાવડી, ગેસ ગોડાઉન ગલી, રામોલ,અમદાવાદ
(ર) વાદળસીંહ ઉર્ફે કેતનસિંહ રામસિંહ વાઘેલા રહે, રામનગર તા.દાંતીવાડા જી. બનાસકાંઠા