|

CRIME:વિસનગરમાં માત્ર 1000 રૂપિયાની લેવડ દેવડમાં યુવકની હત્યા

murder_visnagar

મોબાઈલના બાકી 1000 રૂપિયા માટે છરી મારી એક યુવકની હત્યા, હત્યારાની પોલીસે કરી ધરપકડ

VISANGAR: સમગ્ર વિસનગરમાં ચકચાર મચાવી દેતી એક ઘટના સામે આવી છે જેમાં એક યુવકે તેના જ મિત્રની પૈસાની લેવડ દેવડ માં છરીના ઘા મારી હત્યા કરી નાખી છે.માયા બજાર વિસ્તારમાં નારાયણદાસ પટેલની પોળમાં ભાડાના મકાનમાં રહેતા 22 વર્ષીય યુવકને મોબાઇલના રૂ.1000 મામલે થયેલા ઝઘડામાં મિત્રએ જ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે.

Nirbhay Marg News YouTube Channel

વધુ વિગતમાં ઉત્તરાખંડના નૈનિતાલના અને છેલ્લા ત્રણ વર્ષથી વિસનગરના માયા બજાર વિસ્તારમાં આવેલી નારાયણદાસ પટેલની પોળમાં ભાડાના મકાનમાં રહેતા કરણ મોહનરામ રાવત વિસનગરના કમલ બારોટની સાથે ટીફીન સર્વિસની કામગીરી કરતો હતો.

Nirbhay Marg News YouTube Channel

બુધવારે વહેલી સવારે તે મકાનના ઉપરના માળે, જ્યારે નીચેના માળે યશજીત બારોટ સૂતો હતો. ત્યારે છ વાગે કરણનો મિત્ર રાવળ વિપુલ કનુભાઇ આવ્યો હતો અને પૈસાની લેતી-દેતીને લઇ ઝઘડો કર્યો હતો. જેમાં ઉશ્કેરાઇ ગયેલા વિપુલે તેની પાસે રહેલી છરીથી કરણને છાતીના ભાગે ઘા મારતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડ્યો હતો. આ ઘટનાને લઇ હોબાળો થતાં નીચે સૂતેલ યશજીત બારોટ દોડી આવ્યો હતો અને કરણને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

આ બનાવની જાણ થતાં સીટી પો.સ્ટેશનના પી.આઈ.ઓ.પી.સીસોદીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકને જોતા તેની છાતીમાં એક ઘા હતો. બીજા કોઇ ઇજાના નિશાન ના હોવાથી પોલીસે મૃતકનું પેનલ તબીબથી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતક કરણના માસીના દીકરા સુરેન્દ્રભાઇ અમરસિંહ ભીમસિંહની ફરિયાદ આધારે પોલીસે આરોપી  વિપુલ રાવળની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો