વિસનગર ના મસ્તાન નગર ખાતે ફકીર શાબીરશા પોતાના મકાનમાં રિવોલ્વર સાથે હાજર હોવાની બાતમી આધારે એસઓજી ટીમે આરોપીના ઘરે જાઇ કોર્ડન કરી રિવોલ્વર સાથે પકડી લીધો હતો.આરોપી પાસેથી પોલીસે મેડ ઇન જાપાન માર્કોની રિવોલ્વર પોલીસે કબ્જે કરી આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
૧૫મી ઓગસ્ટ નજીક હોવાથી સાવચેતીના ભાગરુપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ગુનાહિત પ્રવૃતિઓ કરતા આરોપીઓને મહેસાણા એસ.ઓ.જીની ટીમ કામગીરીમાં હતી તે વખતે પો.કો દિગ્વિજય સિંહ થતા પો.કો વિશ્વનાથસિંહ ને બાતમી મળી કે વિસનગરમાં મસ્તાનનગર ડેરિયા તળાવ પાસે રહેતા ફકીર શાબિરશા કાદરશા પોતાની પાસે ગેરકાયદેસર રાખી પોતાના ઘરે હાજર છે.જેના આધારે આરોપીને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી.
વહેલી સવારે ૪ વાગ્યે આરોપીને ઉંઘતો ઝડપ્યો
હથિયારની બાતમી મળતાંની સાથે મહેસાણા એસઓજી ટિમ આરોપીને ઝડપવા રાત્રે જ પોતાની ટિમો સાથે એક્ટિવ થઈ ગઈ હતી.આ દરમિયાન એસઓજી ટીમના માણસોએ અલગ અલગ જગ્યા પર છુપાઈ આરોપીનું મકાન કોર્ડન કરી લીધું હતું.તેમજ પોલીસે આરોપીના મકાનનો દરવાજાે સવારે ૪ કલાકે ખખડતા આરોપી પોતાની કમરમાં રિવોલ્વર ભરાવી બહાર આવતા જ પોલીસ તેને ઝડપી ગાડીમાં બેસાડી પોલીસ મથક લઇ આવી હતી.જ્યાં સમગ્ર ઓપરેશન ત્રણ કલાકથી વધુ ચાલ્યું હતું.
- Advertisement -
એક વર્ષથી જાપાની બનાવટની રિવોલ્વર સાથે આરોપી ફરતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ફકીર સાબીરશા પાસે જાપાની બનાવટની રિવોલ્વર છેલ્લા એક વર્ષથી હતી.એક વર્ષ અગાઉ ઉનાવા ખાતે રહેતા ફકીર ઈમ્તિયાઝ પાસેથી લીધી હોવાનું સામે આવ્યું છે.તેમજ આ રિવોલ્વર મેડ ઇન જાપાન માર્કો હોવાનું સામે આવ્યું તેમજ ર્જખ્તના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની રિવોલ્વર ઝડપાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.તેમજ આરોપી સામે અગાઉ અનેક ગુન્હા નોંધાઇ ચુક્યા છે.આરોપીને ઝડપી વધુ તપાસ માટે વિસનગર પોલીસને સોંપવામાં આવ્યો છે