| |

CRIME: સગા બનેવીએ 19 વર્ષીય યુવતીને પીંખી નાંખી

RAPE VICTIM

19 વર્ષીય યુવતીને સગા બનેવીએ પ્રેમજાળમાં ફસાવી પોતાની વાસનાનો ભોગ બનાવી

વિસનગર તાલુકાના એક ગામમાં રહેતી ૧૯ વર્ષિય યુવતીએ પોતાના જ બનેવી વિરુદ્ધ ફોસલાવીને લગ્નની લાલચ આપી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યાની ફરીયાદ આપતા ચકચાર મચવા પામી છે.

વિસનગર તાલુકાના એક ગામની યુવતીના લગ્ન વડનગર તાલુકાના એક ગામમાં થયેલા છે ફરિયાદી યુવતી પોતાની બહેનના ઘરે વેકેશનમાં રહેવા ગઈ હતી જે દરમ્યાન તેણીના બનેવીએ એકવાર કહેલ કે “તુ મને ગમે છે અને મારે તારી સાથે પ્રેમ સંંબંધ રાખવો છે” એ વખતે તો ફરીયાદી યુવતીએ ના પાડી દીધી હતી પરંતું પછી એકબીજા સાથે ફોનમાં વાત કરતા નજીક આવ્યા હતા.

૨૬-૭-૨૦૨૨ ના રોજ યુવતીનો જન્મદિવસ હોઈ ફરિયાદી યુવતી અને તેનો બનેવી બન્ને અંબાજી દર્શન માટે ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે સતલાસણા રોડ પર ગાડી ઉભી રાખી બનેવીએ શરીર સંંબંધની માગણી કરી હતી અને ગાડીમાં જ સંબંધ બાંધ્યો હતો.બાદમાં આરોપી તેણીને તેના ગામ ઉતારીને નિકળી ગયો હતો. બાદમાં ૩ વખત કડા ગામે લઈ જઈ ગાડીમાં જ ફરી સંબંધ બાંધી ધમકીઓ આપી હતી.

VISNAGAR POLICE STATION

દોઢ માસ પહેલા બનેવીએ ફોન કરી બોલાવેલ અને મહેસાણામાં વકીલ પાસે લઈ જઈ મૈત્રી કરારના લેખ પર સહી કરાવી હતી. ૨૫-૧૨-૨૩ના રોજ બનેવી ફોન કરી તેણીના ગામમાં લેવા જતાંં તેણી બીકના માર્યા બનેવી સાથે ગઈ હતી અને ગાંધીનગર અમદાવાદ વચ્ચે કોઈ ઘરમાં રાખી ફરીવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

૩-૧-૨૪ના રોજ વિસનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ પણ યુવતીએ સાચી હકીકત પોલીસને જણાવી ન હતી અને સ્વેચ્છાએ પાલનપુર નારીગૃહમાં જતી રહી હતી .

તા ૬-૧-૨૦૨૪ના રોજ તેણીના માતા પિતા નારીગૃહમાંથી પરત લાવ્યા હતા અને માતા પિતા તેમજ મોટી બહેને હિંમત આપતા યુવતીએ વડનગર તાલુકામાં રહેતા પોતાના બનેવી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકીઓ તેમજ લગન કરવાની લાલચ આપી અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ આપતા વિસનગર સીટી પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

https://nirbhaymargnews.com/

Similar Posts