|

CRIME: મહેસાણામાં કોઈન થી જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા

Gambler In Mehsana

મહેસાણામાં કોઈન થી જુગાર રમતા 1,05,850 ના મુદ્દામાલ સાથે 5 ઈસમો ઝડપાયા

મહેસાણા SOG ની ટિમ એક અરજીની તપાસ અર્થે હતા ત્યારે જાણવા મળેલું કે રાધનપુર રોડ ઉપર આવેલા રંગોલી પાન પાર્લરની બાજુમાં, શિવાલા સોસાયટીની અંદર ઘરમા અને ખુલ્લા વરંડામાં ખુલ્લેઆમ ઝાલા રંગુબહેન અદુભા તથા ઝાલા અદુભા પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર જુગારધામ ચલાવી રહ્યા હોવાની હકીકત આધારે પો.સ.ઈશ્રી વી.એ.સીસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે સદરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કેટલાંક ઇસમો પ્લાસ્ટીકના કોઇનથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોઇ જેઓને પકડી પાડી રોકડ રકમ રૂ.૩૫૦/- તથા મોબાઇલ નંગ-૪ કિં રૂ.૨૦,૫૦૦/- તથા એક્ટીવા નંગ-૩ કિં. રૂ.૬૦,૦૦૦/- તથા મો.સા. નંગ-૦૧ કિં રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૫,૮૫૦/- ના જુગારના સાધન-સાહિત્યો સાથે રેઇડ દરમયાન કુલ-૦૫ ઇસમોને પકડી પાડેલ છે.

Similar Posts