આજના દિવસમાં જીલ્લામાં નવા ૧૦૧૬ સેમ્પલ લેવામાં આવ્યા જેનું રીઝલ્ટ પેન્ડીંગ
સમગ્ર વિશ્વ સહિત ભારતના વિવિધ રાજ્યોમાં કોરોનાએ ફરી વાર માથું ઉચક્યું છે ત્યારે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. જાેકે, કોરોનાએ અંશે રાહત આપ્યાં બાદ ફરી વખત ફુંફાડો માર્યો છે. થોડા દિવસો અગાઉ મહેસાણા જિલ્લામાં નવ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે ફરી એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યાં ૬ થઇ છે. ગઇકાલે એક સાથે ૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતાં
આરોગ્ય ખાતાની અખબારી યાદી પ્રમાણે મહેસાણા જિલ્લામાં આજે નવા ૧૦૧૬ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના પરિણામ આવતીકાલે આવશે. જિલ્લામાં ગઈ કાલ ેલેવામાં આવેલા ૨૨૪૪ સેમ્પલના પરિણામ આજે આવ્યા હતા, જેમાં તમામ સેમ્પલનું પરિણામ નેગેટિવ આવ્યા હતા. જિલ્લા આરોગ્ય ખાતાના ડો વિનોદ પટેલે જણાવ્યું હતું કે, આજે જે કેસ સામે આવ્યો છે તે પ્રાઇવેટ લેબમાંથી આવ્યો છે. આ કેસ મહેસાણાના રાધનપુર રોડ પર રહેતી એક મહિલાનો છે.કોરોનાની બીજી લહેર ધીમે ધીમે વધી રહી છે ત્યારે જનતાએ સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી છે.