Nirbhay Marg News

મતદારોના મેપિંગમાં રાજ્યભરના BLOની પ્રશંસનીય કામગીરી
matdar sidharna

50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ, 3.90 કરોડ ફોર્મનું વિતરણ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4 થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી (Chief electoral office) ની સમગ્ર ટીમ રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર કાર્યપ્રગતિ પર નજર રાખવાની સાથે તેમને માર્ગદર્શન આપી રહી છે.

મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર પાયાના પત્થર સમાન છે. ગણતરી (એન્યુમરેશન) ફોર્મનું વિતરણ, મતદારને તેમના નામ અથવા સંબંધીઓના નામ સાથે મેચિંગ/ લિંકિંગમાં મદદ કરવી તથા નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી પડતી પ્રક્રિયાથી માહિતગાર કરવા સહિતના ખૂબ જ અગત્યની કામગીરી બૂથ લેવલ ઓફિસર સુપેરે સંભાળી રહ્યા છે. જેના માટે તેમને ફાળવવામાં આવેલા વિસ્તારના ઘરોની ત્રણ વખત મુલાકાત પણ લઈ રહ્યા છે.

હાલમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કુલ 50,963 બૂથ લેવલ ઓફિસર્સ ખંતપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. અદ્યતન મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારો નોંધાયેલા છે. જેમના મેપિંગ માટે રૂબરૂ, મોબાઈલ એપ્લિકેશન તથા ઓનલાઈન ડેટાબેઝના માધ્યમથી તા.11/11/2025ના રોજ ઉપલબ્ધ વિગતોને આધારે 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 3.90 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ થયું છે. જે બૂથ લેવલ ઓફિસર્સની કર્તવ્યનિષ્ઠાને આભારી છે. આમ, રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કરતા BLO ખરા અર્થમાં ભારતના ચૂંટણીપંચના ધ્વજવાહક બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ
photo_2025-11-07_17-12-03
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ
photo_2025-11-07_17-01-44
પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
photo_2025-11-07_16-59-03
બિહારની 121 સીટ પર 64.46% મતદાનતમામ પક્ષોએ બહુમતિ મળ્યાનો દાવો કર્યો

World News

photo_2025-11-07_17-12-03
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ
photo_2025-11-07_16-17-12
અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું
photo_2025-11-07_16-20-32
કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી
photo_2025-11-07_16-55-38
દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે
photo_2025-11-07_17-01-44
પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો

Releted Post

No posts found