વધી રહ્યો છે આ નવા વાઈરસનો ખતરો, ચીનમાં H3N8 બર્ડ ફ્લુના કારણે પ્રથમ મોત થયું હોવાનું સામે આવ્યું
દક્ષિણ ચીનના ઝોંગશાન શહેરમાં ૫૬ વર્ષની વૃદ્ધાનું H3N8 સંક્રમણના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું
સમગ્ર વિશ્વને હચમચાવી નાંખનાર કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો હોવાનું કહેવાય છે. આ દરમિયાન વધુ એક વાયરસ ચીનમાં માથું ઉચકવા લાગ્યો છે. આ વાયરસ છે H3N8 બર્ડ ફ્લુ.
આમ તો અત્યાર સુધી આ વાયરસના વધુ કેસ નહોતા, પરંતુ તાજેતરમાં ૫૬ વર્ષીય વૃદ્ધાનું આ વાયરસના કારણે મૃત્યુ નીપજ્યા બાદ મામલો ગંભીર બની ગયો છે. દક્ષિણ ચીનના ઝોંગશાન શહેરમાં ૫૬ વર્ષની વૃદ્ધાનું H3N8 સંક્રમણના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મત મુજબ H3N8 એવિયન ઇન્ફ્લુએન્ઝાથી મનુષ્યનું આ પહેલું મૃત્યુ છે. ગત વર્ષે માણસોમાં આ ચેપના બે કેસ નોંધાયા હતા.
સંગઠનનું કહેવું છે કે, મૃતક મહિલાને ગંભીર ન્યૂમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મહિલાને માઇલોમા કેન્સર સહિતની અન્ય શારીરિક તકલીફો હતી. વધુમાં જણાવાયું છે કે, આ કેસ ગંભીર તીવ્ર શ્વસન ચેપ એટલે કે જીછઇૈં સર્વેલન્સ સિસ્ટમ થકી આ બીમારી અંગે જાણ થઇ હતી. તે સમયે દર્દીની નજીકના કોઈ સંપર્કમાં ચેપ અથવા રોગના લક્ષણો સામે આવ્યા ન હતા.
વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે, મહિલા બીમાર પડી તે પહેલાં પશુ બજારમાં જીવિત પોલ્ટ્રીના સંપર્કમાં હતી. આ બજારમાંથી મેળવેલા નમૂનાઓમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ જાેવા મળ્યો છે. અલબત્ત, મહિલાના ઘરેથી લેવામાં આવેલા સેમ્પલ નેગેટિવ મળી આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે, આ વાયરસનો કોઈ માણસને ચેપ લાગ્યો હોય તેવા ત્રીજાે કિસ્સો છે અને કોઈનું મોત થયું હોય તેવા પહેલો કિસ્સો છે. સામાન્ય રીતે તો H3N8 ફ્લુ વાયરસ પક્ષીઓમાં મળી આવે છે, પરંતુ થોડા સમય પહેલાં આ વાયરસ ઘોડામાં પણ જાેવા મળ્યો હતો.
આ વાયરસ ડોગ ફ્લુ ઉભો કરવા પાછળ જવાબદાર બે વાયરસ પૈકીનો એક છે. આ વાયરસના કારણે પહેલું મોત સામે આવતા જ વિશ્વ આરોગ્ય સંસ્થા સાવધાન થઈ ગઈ છે. ૨૦૨૨માં માણસમાં આ વાયરસ પહેલી વખત ફેલાયાની પુષ્ટિ થઈ હતી. આ પહેલાં સંશોધકોનું માનવું હતું કે વાયરસના અગાઉના સ્ટ્રેનના કારણે ૧૮૮૯ જેવી મહામારી થઈ શકે છે, જેને ‘એશિયાટિક ફ્લૂ’ અથવા ‘રશિયન ફ્લૂ’ તરીકે ઓળખવામાં આવે છે.