|

CANADA : ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા 500 વિદ્યાર્થીઓ અટવાયા


કેનેડા (Canada) ની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે (Northern College) પ્રવેશ રદ કરતા 500 વિદ્યાર્થીઓ અટવાયા છે. આ 500 વિદ્યાર્થીઓમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતાં. ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી જ કેનેડા પહોંચી ચૂક્યા છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ટિકિટ બૂક કરાવી દીધી છે.

પહેલા કરતાં કોરોના કાળ બાદ મોટી સંખ્યામાં હાલ લોકો કેનેડા અને અમેરિકા જઈ રહ્યા છે. આજકાલ લોકોમાં વધુ કમાણી કરવા અને સારું જીવન જીવવા વિદેશ જવાની ઘેલછા હોય છે. પરંતુ હાલમાં કેનેડાના ઓન્ટારીયો પ્રાંતની કોલેજે એડમિશન રદ કરી દેતા ઘણાં વિદ્યાર્થીઓ અટવાયા છે. આમાં 500 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે. જેમના એડમિશન રદ થયા છે એમાં ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી કેનેડા પહોંચી ચૂક્યા છે.

ઓન્ટારીયોની નોર્ધન કોલેજે આગામી સત્ર માટેના એડમિશન રદ થયા હોવાની જાણ કરતો ઈમેઈલ વિદ્યાર્થીઓને કર્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જાેવા મળી છે. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે ઘણા વિદ્યાર્થીઓએ ટિકિટ બૂક કરાવી દીધી હતી.

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો