|

BOTAD : સાળંગપુરમાં અંધારામાં વિવાદિત ભીંતચિત્રો હટાવાયા, મીડિયાની બાદબાકી

મંદિર પ્રાંગણની લાઈટ બંધ કરી અંધારામાં પોલીસની મદદથી ભીંતચિત્રને દૂર કરવામાં આવ્યા

સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ ( Sarangpur Controversy ) સર્જાયો છે. આ મામલે કાલે આ વિવાદો અંત લાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ભીંતચિત્રોને ત્યાંથી હટાવવામાં આવશે. આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંદિર પ્રાંગણની લાઈટ બંધ કરી અંધારામાં પોલીસની મદદથી ભીંતચિત્રને દૂર કરવામાં આવ્યા. આ મામલે મીડિયાને દૂર રાખી ચિત્રોને હટાવવાની કામગીરી કરવામાં આવી છે.

પોલીસની મદદથી અંધારામાં મીડિયાને દૂર રાખીને આ વિવાદિત ચિત્રો દૂર કરવા વડતાલ ગાદીના મહંતો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. બોટાદ જિલ્લા ઉપરાંત જિલ્લા બહારની પોલીસ થકી મીડિયાને કવરેજ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિર વહીવટકર્તાઓ દ્વારા પોલીસને આગળ કરી ચિત્રો દૂર કરવાની પ્રક્રિયા પર ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

SOURCE : GUJARAT SAMACHAR