બાઇડને લોકોને એવા સમયે રસી લેવાની અપીલ કરી છે જ્યારે અમેરિકામાં નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન દેશવાસીઓને અપીલ કરી કે, બુસ્ટર ડોઝ ઉપલબ્ધ થતાં જ મેં તેને લગાવી દીધો હતો અને બીજા જ દિવસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમને તેમનો બૂસ્ટર ડોઝ મળ્યો છે. ટ્રમ્પ અને હું બંને સંમત છીએ તે કેટલીક બાબતોમાંથી આ કદાચ એક છે. જે લોકો બૂસ્ટર શોટ મેળવે છે તે અત્યંત સલામત છે. તમે પણ તેમની સાથે જાેડાઓ અમારી સાથે પણ જાેડાઓ.’ બાઇડને લોકોને એવા સમયે રસી લેવાની અપીલ કરી છે જ્યારે અમેરિકામાં નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ન્યુયોર્કના અધિકારીઓએ શુક્રવારે ૨૧,૦૨૭ નવા કોરોના વાયરસના કેસ પ્રાપ્ત કર્યાની જાણ કરી છે. આ સંખ્યા મહામારીના શરૂઆતના દિવસોથી સૌથી વધુ છે. તે સમયે ટેસ્ટની સંખ્યા એટલી ન હતી જેટલી હવે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં કેસોની સંખ્યા સતત વધી રહી છે. આટલી મોટી સંખ્યામાં કેસ પાછળનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ હોવાનું કહેવાય છે. પરંતુ તાજેતરના સમયમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે.
કોલંબિયા યુનિવર્સિટીના રોગશાસ્ત્રના પ્રોફેસર ડો. વફા અલ-સદ્રે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ હાલમાં દેશના અન્ય ભાગો કરતાં ન્યૂયોર્કમાં વધુ લોકોને સંક્રમિત કરી રહ્યું છે. તેણે કહ્યું, આ મને માર્ચ ૨૦૨૦ની યાદ અપાવે છે. અમે આ દેશમાં ઓમિક્રોનની પ્રથમ લહેરના સાક્ષી છીએ. જે ન્યુયોર્કમાં છેલ્લી લહેર જેવું છે. અમે હજી પણ જાેઈ રહ્યા છીએ કે વેરિઅન્ટ આગળ શું કરશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૪ દિવસમાં રાજ્યમાં વાયરસના કેસોમાં ૫૬ ટકાનો વધારો થયો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા છેલ્લા બે વર્ષમાં ટોચના દર કરતાં ઓછી છે. પરંતુ તેમાં ૨૫ ટકાનો વધારો જાેવા મળ્યો છે.અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને એવા લોકોને અપીલ કરી છે જેમને કોરોનાની નવી લહેર વચ્ચે હજુ સુધી કોરોના રસી નથી લીધી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશ પ્રત્યેની તેમની ફરજ છે. આ સાથે તેમણે બૂસ્ટર ડોઝને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. બાઇડને કહ્યું કે બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે સૌથી મજબૂત રક્ષણ પૂરું પાડે છે. તેથી જ મને મારો બુસ્ટર ડોઝ મળ્યો છે અને દરેકને પ્રોત્સાહિત કરો કે જેઓ તેને મેળવવા માટે લાયક છે.