|

POLITICS: હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધન તૂટવાની અણી પર!

HARIYANA BJP-JJP

હરિયાણા સરકારનું કેબિનેટ આજે સામૂહિક રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ

HARIYANA POLITICS: લોકસભાની ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JJP)ની ગઠબંધન સરકાર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે હરિયાણા સરકારનું કેબિનેટ આજે સામૂહિક રાજીનામું આપી શકે છે જો આમ થશે તો હરિયાણામાં સરકારની નવેસરથી કેબિનેટની રચના થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JJP) વચ્ચે કોઈ ગઠબંધન રહેશે નહીં. જો કે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

Nirbhay Marg News YouTube Channel

આજે 12 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક:

Nirbhay Marg News YouTube Channel

હરિયાણામાં ધારાસભ્ય દળની બેઠક બપોરે 12 વાગ્યે બોલાવવામાં આવી છે. અર્જુન મુંડા અને તરુણ ચૌક નિરીક્ષક તરીકે આ બેઠકમાં હાજરી આપશે. થોડા સમય પહેલા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હોવાના અહેવાલ હતા. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણી પર ચર્ચા થવાની હતી. ઉલ્લેખનીય છે કે જેજેપી લોકસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી 1 થી 2 સીટોની માંગ કરી રહી છે.

હરિયાણા 90 સભ્યો સાથે વિધાનસભાની વર્તમાન સ્થિતિ

ભાજપ – 41

ભાજપ સાથે અપક્ષ – 6

હરિયાણા લોકહિત પાર્ટી – 1 (ભાજપને ગોપાલ કાંડાનું સમર્થન)

જેજેપીના અલગ થયા બાદ ભાજપને સમર્થન – 48

બહુમતીનો આંકડો – 46

જેજેપી-10

અપક્ષ-1 (બલરાજ કુંડુ)

ભારતીય રાષ્ટ્રીય લોકદળ – 1 (અભય ચૌટાલા)

કોંગ્રેસ – 30

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો