રાજસ્થાનમાં ચક્રવાત બિપરજોય (BIPORJOY CYCLONE) ની અસર જોવા મળી રહી છે. શનિવારે સવારથી બાડમેર, સિરોહી, ઉદયપુર, જાલોર, જોધપુર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.
50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન એની સૌથી વધુ અસર જાલોર, સિરોહી અને બાડમેરમાં જોવા મળી હતી. આ જિલ્લાઓ 4થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે.
પાકિસ્તાન સરહદને અડીને આવેલા બાડમેરના બખાસર, સેડવા ચૌહાતાન, રામસર, ધોરીમનાં ગામોના પાંચ હજાર લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગે બાડમેર, જાલોર, સિરોહી અને પાલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેલવેએ બાડમેરથી પસાર થતી 14 ટ્રેન રદ કરી છે અને ઉદયપુરથી દિલ્હી અને મુંબઈની બે ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે.
- Advertisement -
જાલોર જિલ્લાના સાંચોરમાં રાતથી જ વરસાદ ચાલુ રહ્યો હતો. ગત રાત્રિથી અહીંનાં અનેક ગામોમાં વીજળી નથી. અહીં પથમેડામાં 50 હજાર ગાયો માટેના ઘાસચારાને લઈને સંકટ સર્જાયું છે. આ ચક્રવાતને કારણે બસ અને રેલસેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
સ્થળ | વરસાદ (MM) |
સાંચોર (જાલોર) | 20 |
રાણીવાડા (જાલોર) | 16 |
ચિતલવાના (જાલોર) | 69 |
ધોરીમ્ના (બાડમેર) | 57 |
નૌખરા (બાડમેર) | 44 |
ગુડમલાણી (બાડમેર) | 31 |
સિંધરી (બાડમેર) | 20 |
કિશનગઢ-રેનવાલ (જયપુર) | 10 |
ફાગી (જયપુર) | 11 |
શિવગંજ (સિરોહી) | 29 |
દેલદાર (સિરોહી) | 15 |
વેન્ઝા (ડુંગરપુર) | 20 |
ડુંગરપુર શહેર | 13 |
બિપરજોયની અસરને કારણે રાજસ્થાનના 80 ટકા વિસ્તારમાં શુક્રવાર સવારથી વાદળછાયું વાતાવરણ છે. આ સિસ્ટમને કારણે ગઈકાલે રાત્રે ચુરુના બિડાસરમાં 76MM (3 ઈંચ) વરસાદ પડ્યો હતો. સિરોહીના ઘણા વિસ્તારોમાં 62 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ બાડમેરના સેંદવા વિસ્તારમાં નોંધાયો હતો. આ ઉપરાંત ગત રાતથી અત્યારસુધીમાં સિરોહીમાં 27MM એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
SOURCE: DIVYA BHASKAR