NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી
ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે બપોરે અડધો ઇંચ વરસાદ,બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ,મહુવામાં 3 લોકો ઇજાગ્રસ્ત, અનેક લોકોના સ્થળાંતર
દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ,દમણ બીચ પર પ્રવેશતા તમામ રસ્તા કોર્ડન,પાણી નમો પથના વોક વે સુધી પહોંચ્યા
દ્વારકાના મીઠાપુરમાં વાવાઝોડાએ આવતા પહેલા તાકાત બતાવી ભારે પવનને કારણે ટાટાના પ્લાન્ટનો શેડ જ ઊડી ગયો કર્મચારીઓમાં અફરા-તફરી જોવા મળી હતી. અમુકના માંડ જીવ બચ્યા હતા
- Advertisement -
વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. મોરંગી ગામમાં 100 મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે. મકાનોના નળિયા અને છાપરા માથે પડતા અનેક લોકોને ઈજાગ્રસ્ત થયા છે.
દરિયાકાંઠાઓ પર એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર તૈનાત
કોસ્ટગાર્ડ રિજીયત નોર્થ વેસ્ટના કમાન્ડન્ટ ઈન્સ્પેક્ટર જનરલ અમિત કુમાર હાર્બોલાએ કહ્યું કે, “બિપરજોય વાવાઝોડું ખૂબ જ સિવિયર સાક્લોન છે.૬ જુનથી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ.અમે એ જ સમયથી અમારા એર ક્રાફ્ટ અને શીપ સક્રિય કર્યા હતા. માછીમારોને પણ તાત્કાલિક સજાગ કરાયા હતા.
અમે સ્ટેક હોલ્ડર, પોર્ટ, મરીન પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે. ગઈકાલ સુધીમાં 39 શીપ પરત લાવવાની કાર્યવાહી કરાઈ છે. અલગ જગ્યા પર 8 સ્ટેશનમાં 15 જહાજ, 7 એર ક્રાફ્ટ, 4 ડોર્નિયર અને 3 હેલીકોપ્ટર એલર્ટ પર રાખ્યા છે. ગઈકાલે 3 જહાજ દરિયામાં જોવા મળ્યા હતા.
12 તારીખે અમે 26 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ્યા છે અને બીજા દિવસે સુનિલ દત્ત અને સૌરવ નામના બે કેપ્ટનની મદદથી બીજા 24 એમ કુલ 50 લોકોને બચાવ્યા છે. પૂર આવે અને જરૂર પડે તે માટે 53 ઓન બોર્ડ એન્જીન, 1 હજાર લાઈફ જેકેટ તૈયાર રાખ્યા છે. જખૌ, ઓખા, મુંદ્રા, વાદીનાર ખાતે પણ અમારી ટીમ સ્ટેન્ડ બાય રાખી છે.”