‘બિપરજોય'(BIPORJOY CYCLONE) વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ(LANDFAUL) થતાં જ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે ભારે અસર વર્તાઇ રહી છે.
અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.
સાંજે અમિત શાહ કચ્છમાં હવાઈ નિરીક્ષણ કરશે
- Advertisement -
આજે સાંજે અમિત શાહ કચ્છમાં હવાઈ નિરીક્ષણ કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે 80 કીમીની ગતિએ આજે પવન ફુંકાશે. સાથે જ આજે સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવે તેવી શક્યતા પણ છે. બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને કેશ ડોલ ચૂકવાશે. જેની જાહેરાત આજે સાંજે થઈ શકે છે.
એક લાખથી વધારે લોકોનું સ્થળાંતર
રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, હજી પણ આ વિસ્તારમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. એક લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 જેટલા રસ્તાઓ બંધ થયા છે. જ્યારે ત્રણ રોડ બંધ કરવામાં આવ્યા છે. 4600 ગામોમાં વીજળી ઠપ્પ થઈ હતી. જેમાં 3580થી વધુ ગ્રામ્ય વિસ્તારોને વીજ પુરવઠો પરત શરૂ કરવામાં આવ્યો છે. 20 કાચા મકાનો અને 65 ઝૂપડા સંપૂર્ણ રીતે નાશ થયા છે.
છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ
- Advertisement -
કચ્છમાં માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 24 કલાકથી વીજળી(ELECTRICITY) ગુલ છે, જેને લઇને લોકોની ઉપાધિમાં વધારો થયો છે.
‘બિપરજોય’ વાવાઝોડાનું ગુજરાતના દરિયકાંઠે લેન્ડફોલ થતાં જ વિનાશનાં દૃશ્યો સામે આવવા લાગ્યાં હતાં. કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાતા મુન્દ્રાનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનનાં છાપરા ઊડ્યાં હતાં તો અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકનાં અનેક વૃક્ષ ધરાશાયી થયાં હતાં.