| |

BHAVNAGAR : પાલીતાણા માંથી નકલી DYSP ઝડપાયો

Dysp ની નેમ પ્લેટ,રમકડાંની રિવોલ્વર સહિત જીવતા કારતુંસ સાથે એક શખ્સ ઝડપાયો

હાલ જગન્નાથજીની રથયાત્રાને લઈને પાલીતાણા પોલીસ દ્વારા શહેર તેમજ ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેના કારણે પાલીતાણા Dysp પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માલપરા ગામે પાસેથી એક કાર પસાર થતા કાર શંકાસ્પદ જણાતા પાલીતાણા Dysp દ્ધારા ગાડીની તપાસ કરવામાં આવી હતી.

તપાસ કરતા ગાડીમાં આગળના ભાગે X.Dysp લખેલી નંબર પ્લેટ લગાવેલી હતી તેમની કારની તલાશી લેતા કારમાંથી નકલી રમકડાંની પિસ્તોલ અને જીવતા કારટીસ નંગ 6 તેમજ પોલીસની ટોપી મળી આવી હતી.

વઘુ તપાસ કરતા આ શખ્સ પાલીતાણા તાલુકાના દુધાળા ગામની જાણવા મળ્યું હતું અને તેમનું નામ ભુપતભાઈ મોહનભાઈ ઝાલાવાડીયા હોવાની માહિતી સામે આવી હતી.ત્યારે નકલી પોલીસની ઓળખાણ આપતાં પાલીતાણા Dysp મિહિર બારીયા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને  IPC કલમ ૧૭૦. ૧૭૧ તેમજ આર્ટસ એકટ ૧૯૫૯ અને કલમ ૩૦ મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ગુન્‍હો નોંધી ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર:- ફિરોજ મલેક,પાલીતાણા