BHAKTI: ગાયત્રી મંત્રનો પ્રભાવ અને તેનું મહત્વ અને રહસ્ય વિષે જાણો

GAYTRI MANTRa

DHARM BHAKTI: હિન્દૂ ધર્મગ્રંથોમાં માં ભગવતી ગાયત્રીનું વિશેષ મહત્વ જોવા મળે છે. ગાયત્રી માતાની ભક્તિ ઉપાસનાથી સુખ સંપત્તિ અને નિરોગી જીવન પ્રાપ્ત થાય છે. ગાયત્રીમંત્ર એક ચમત્કારિક અને વિસ્ફોટક મંત્ર છે.તો જાણીએ ગાયત્રી મંત્રના રહસ્ય અંગે…

ચૈત્રી નવરાત્રી આવી રહી છે. ઘણા મિત્રો ચૈત્રી નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે. ૯ દિવસમાં ૨૪૦૦૦ ગાયત્રી મંત્ર કરવાના હોય છે. રોજની ૨૭ માળા કરવાની હોય છે. તો આ ગાયત્રી મંત્ર ખરેખર શું છે ? શું એ ખરેખર ચમત્કારી છે ?

Nirbhay Marg News YouTube Channel

આજે આપણે ગાયત્રી મંત્રના રહસ્યો વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો આ મંત્રનો અર્થ સમજી લઈશું એટલે એનું મહત્વ આપોઆપ સમજાઈ જશે.

Nirbhay Marg News YouTube Channel

કોઈપણ મંત્રમાં પહેલો અક્ષર ૐ આવે છે. ૐ નો ઉચ્ચાર કરવાથી નાભીમાં આવેલા સૂર્યના મણીપુર ચક્રમાંથી નાદબ્રહ્મ બહાર આવે છે. ૐ નો ઉચ્ચાર કરવાથી તમે જે પણ મંત્ર એની સાથે બોલો છો એ અવાજનાં મોજાં સીધાં દિવ્ય ચેતના તરફ આગળ વધે છે.

તમે ખાલી નમઃ શિવાય બોલો તો એ શબ્દોનો માત્ર શિવને નમસ્કાર કરું છું એટલો જ અર્થ થાય. પરંતુ આગળ ૐ બોલો તો એ મંત્ર બની જાય અને એ મંત્ર બ્રહ્માંડમાં સીધો દિવ્ય ચેતનાને સ્પર્શ કરે. દરેક મંત્રની સાથે ૐ જોડાય તો જ એનાં આંદોલનો બ્રહ્માંડમાં દિવ્ય ચેતના તરફ આગળ વધે !! ૐ એ મંત્ર રૂપી ટ્રેઈનનું એન્જિન છે જે મંત્રને બ્રહ્માંડમાં ઉપર લઈ જાય છે !

ગાયત્રી મંત્રના પહેલા ત્રણ શબ્દો ભૂર્ ભુવઃ સ્વઃ છે. બ્રહ્માંડમાં સાત ઊર્ધ્વલોક ની વાત કરી છે. આ સાત ઊર્ધ્વલોકમાં સૌથી પ્રથમ ત્રણ લોક એ ભૂર્ ભુવઃ અને સ્વઃ છે. જગતના મોટાભાગના જીવો મૃત્યુ પછી આ ત્રણ લોક સુધી જ ગતિ કરતા હોય છે.

ત્રીજા લોક થી ઉપરના સાતમા લોક સુધીની યાત્રા કરવા માટે કુંડલિની જાગૃત હોવી જોઈએ. અને એ અનાહત ચક્ર અને એનાથી ઉપરનાં ચક્રો સુધી જવી જોઈએ. સાત લોક આપણાં સાત ચક્રો સાથે જ સીધે સીધાં જોડાયેલાં છે. ધ્યાનમાં બેસીને તમે જેટલાં ચક્ર સુધી પહોંચી શકો અને તમારાં જેટલાં ચક્રો ખુલી જાય એટલા લોકમાં જવાનો તમને અધિકાર મળે.

તમે ધ્યાનમાં જો ત્રીજા ચક્ર મણીપુર ચક્ર સુધી જઈ શકતા હો તો મૃત્યુ પછી ત્રીજા લોક સુધી આરામથી જઈ શકો છો. મોટાભાગના મૂઢ જીવો પહેલા બીજા ચક્રમાં જ રમે છે. જે ચક્રોમાં માત્ર ધન સંપત્તિ, કામ વાસના અને ખાવા પીવાનું જ લક્ષ્ય રહેતું હોય છે ! શરૂઆતનાં આ બે ચક્રો માત્ર માયાનાં છે. ત્રીજું ચક્ર સત્તાનું અને અધિકારનું છે.

પ્રથમ ત્રણ લોક એ બ્રહ્માંડનાં શરૂઆતનાં ત્રણ પગથિયાં છે. ગાયત્રીમંત્રમાં આ ત્રણ પગથિયાંથી ઉપર જવાની વાત છે.

ગાયત્રી મંત્રનો સીધો સાદો ભાવાર્થ એટલો જ છે કે સમગ્ર બ્રહ્માંડમાં એટલે કે સાતેય લોકમાં પ્રકાશ અને ઉર્જા આપનારા એ પવિત્ર સૂર્યના દિવ્ય પ્રકાશનું અમે ધ્યાન ધરીએ છીએ કે જે અમારી બુદ્ધિને જાગૃત કરે. અમને માર્ગદર્શન આપે. અમારો હાથ પકડી અમારી ઉર્ધ્વગતિ કરે !

જોવાની ખૂબી એ છે કે ગાયત્રી મંત્ર માત્ર આધ્યાત્મિક પ્રગતિ નથી કરાવતો. પરંતુ એ માનવીના હૃદયમાં પેદા થતી તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરે છે. કોઈપણ વસ્તુ આ મંત્રથી અશક્ય નથી. ગાયત્રી મંત્ર કામધેનુ છે. જે માંગો તે મળે છે. આપણા શાસ્ત્રોમાં ગુરુકુળની વાત લખેલી છે. એ સમયે વિદ્યાર્થીઓ ભણવા માટે ગુરુકુળમાં જતા. આ ગુરુકુળમાં તમામ વિદ્યાર્થીઓ માટે ગાયત્રી મંત્ર ફરજિયાત રહેતો. સતત ગાયત્રી મંત્ર કરવાથી મગજ એકદમ પાવરફુલ થાય છે. યાદ શક્તિ તીવ્ર બને છે. વ્યક્તિ મેધાવી બને છે.

ગાયત્રીમંત્રની વિશેષતા એ છે કે ભોગો તો મળે જ કારણ કે આ બ્રહ્માંડ આખું જગદંબાની માયાથી વ્યાપ્ત છે પરંતુ સાથે સાથે અંદરથી આધ્યાત્મિકતા પણ પ્રગટે છે. એટલે ભોગોથી પહેલાં તૃપ્તિ થાય છે અને પછી ધીમે ધીમે અરુચિ થાય છે.

જેમ જેમ ઉપર તમારી ગતિ થાય તેમ તેમ નીચેની વસ્તુઓ નાની અને નાની થતી જાય છે. તમારો દ્રષ્ટિકોણ વિશાળ બનતો જાય એટલે કેટલીક બાબતો જેની તમે જ ઈચ્છા કરી હતી તે ક્ષુલ્લક બનતી જાય. જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાન દૂર થાય.

ગાયત્રી મંત્ર કોઈ ધર્મનો મંત્ર નથી. આપણે હિંદુઓ વધારે પડતા શ્રદ્ધાળુ છીએ અને વ્યક્તિ પૂજક પણ છીએ. આપણે નદીને પણ માતા કહીએ છીએ એટલે જો નદીની મૂર્તિ બનાવી મંદિર બનાવીએ તો એનો અર્થ એવો નથી કે નદી એ હિન્દુઓની દેવી છે. પાણીને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી.

એવી જ રીતે સૂર્યની આ દિવ્ય પ્રકાશ શક્તિનું નામ ઋષિઓએ ગાયત્રી આપ્યું. ગાયત્રીનો મતલબ જેનું ગાન કરવાથી તરી જવાય.પૃથ્વી ઉપરનો કોઈપણ જીવ પછી તે ગમે તે ધર્મનો હોય સૂર્યનું ધ્યાન કરી શકે છે. સૂર્યનો આભાર માની શકે છે. સૂર્યને પ્રાર્થના કરી શકે છે. સૂર્ય પાસેથી પ્રકાશ અને માર્ગદર્શન માગી શકે છે. સૂર્યથી જ આપણું જીવન છે. આખા વિશ્વમાં વ્યાપેલું પ્રાણ તત્વ માત્ર સૂર્ય જ આપે છે.

ગાયત્રી મંત્ર આપણી અંદર દીવા પ્રગટાવે છે એટલે આપણે શું કરવું એની અંતઃ પ્રેરણા થવા લાગે છે. ભવિષ્યમાં જે થવાનું હોય એની અગાઉથી સ્ફુરણા થવા લાગે છે. વાકસિદ્ધિ મળે છે. જે બોલાઈ જાય તે સાચું પડે છે. ભવિષ્યમાં બનનારી ઘટનાને અગાઉથી જાણી શકાય છે. શરીરના તમામ કોષો નવપલ્લવિત થાય છે. એટલે તમામ રોગો દૂર થાય છે.

ગીતામાં જે સ્થિતપ્રજ્ઞની વાત કરી છે એ સ્થિતપ્રજ્ઞતા હૃદયમાં પ્રગટવા લાગે છે. એટલે આપણી આજુબાજુ બનતા બનાવોથી આપણે ડિસ્ટર્બ થતા નથી. એક ઘટનાક્રમ તરીકે સ્વીકારી લઈએ છીએ. આ પ્રત્યક્ષ અનુભવ છે

ગાયત્રી મંત્રથી ચક્રો ધીમે ધીમે ખુલવા લાગે છે અને જેમ જેમ ઉપરનાં ચક્રો ખુલતાં જાય તેમ તેમ મૃત્યુ પછી આપણી ગતિ પણ ચોથા પાંચમા અને છઠ્ઠા લોક સુધીની થતી જાય છે. જ્યાં સુધી પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી ગાયત્રી મંત્ર સારા ભોગો પણ આપે છે.

ગાયત્રી મંત્ર બ્રહ્માંડની પ્રાર્થના છે. ગાયત્રી મંત્ર દ્વારા આપણે યુનિવર્સ પાસે, બ્રહ્માંડ પાસે માર્ગદર્શન માગીએ છીએ. સૂર્ય એ પ્રત્યક્ષ નારાયણ છે !!

ગાયત્રી મંત્રના અદભૂત અનુભવો મને અને મારા મિત્રોને થયા છે. એટલા માટે જ મારી નવલકથામાં વારંવાર ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરેલો છે. મારા એક મિત્ર કાંતિભાઈ શાહને સતત ગાયત્રી મંત્રનું માનસિક સ્મરણ કરવાથી બ્લડ કેન્સર મટી ગયેલું. બીજા એક મિત્રને વાકસિદ્ધિ થઈ ગયેલી એ જે કહે તે સાચું પડે. જે વસ્તુની ઈચ્છા રાખો તે પ્રાપ્ત થાય છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો