વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની વરણી
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણી બેઠકમાં તમામ ડીરેકટર હાજર રહ્યા હતા. જેમાં શંકર ચૌધરી અને ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામા આવી હતી.
- Advertisement -
“બનાસ ડેરી દ્વારા હાલ દરરોજ પશુપાલક બહેનોના ખાતામાં દૂધના 34 કરોડ રૂપિયાની વધુની રકમ જમા કરાવવામાં આવી રહી છે. હવે દૂધની સાથે સાથે ગોબરને પણ પ્રોસેસ કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.” :- શંકર ચૌધરી,ચેરમેન બનાસ ડેરી