|

BANASKANTHA : થરાદના લોરવાડા ગામના સરપંચે તિથી ભોજન આપી બનાસકાંઠા સાંસદનો જન્મદિવસ ઉજવ્યો

ભાજપના અડીખમ અને બનાસકાંઠા જિલ્લાના નેતા ગણાતા સાંસદ પરબતભાઈ પટેલના જન્મદિવસે વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી ઉજવણી કરે છે, ત્યારે ગતરોજ થરાદ તાલુકાના લોરવાડા ગ્રામપંચાયતના સરપંચ માદેવાભાઈ ઉદેશીભાઈ પટેલ તરફથી બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના ૭૫ માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તિથી ભોજન આપી જન્મદિનની ઉજવણી કરી હતી.

બનાસકાંઠા સાંસદનો ૭૫મો જન્મદિવસ હોઈ થરાદના લોરવાડા ગ્રામપંચાયતના સરપંચે લોરવાડા શાળાના બાળકોને મોહનથાળ, દાળ, ભાત સહિતની વાનગીઓથી બનાવી તિથી ભોજન આપી સાંસદનો જન્મદિવસની શાનદાર ઉજવણી કરી સેવાની સુવાસ ફેલાવી હતી, જોકે શાળામાં જન્મદિવસ નિમિત્તે તિથી ભોજન આપ્યું હોઈ શાળા પરિવારે ગામના સરપંચનો આભાર વ્યક્ત કરી સાંસદને જન્મદિવસની સૌએ શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ