મલુપુર પગાર કેન્દ્ર શાળા અને તમામ પેટા શાળાઓમાં મા.સાંસદસભ્યશ્રીના ૭૫માં જન્મદિન-અમૃતપર્વ નિમિતે તિથીભોજન આપવામાં આવ્યુ હતું, તારીખ ૦૧/૦૯/૨૦૨૩ને શુક્રવારના રોજ મલુપુર પગાર કેન્દ્ર શાળામાં મા.સાંસદસભ્ય પરબતભાઇ પટેલના ૭૫માં જન્મદિન-અમૃતપર્વ નિમિતે તાલુકાની ૭૫ શાળાઓમાં તિથીભોજન આપાવાના કાર્યક્રમ અંતર્ગત મલુપુર ગામના ઉત્સાહી યુવાન પ્રેમજીભાઈ માવજીભાઈ પટેલ-વકીલ દ્વારા મલુપુર ગામની તમામ ૫-પ્રા. શાળાઓ સહિત તમામ આંગણવાડીઓમાં તિથીભોજન આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગામના અગ્રણીઓમાં જસેંગભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, વાંકજીભાઇ પટેલ, અગજીભાઇ નાઇ સહિત મોટી સંખ્યામા ગામલોકો હાજર રહ્યા હતા, શાળાના આચાર્ય શિવરામભાઈ ખટાણા અને શાળા પરિવાર વતી દાતાનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ અને દાતા તરફથી શાળાને મળેલ ભેટ સ્વીકારી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ