સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે વહીવટી વિભાગમાં ફરજ બજાવતા ખોડાભાઈ પી. ગોહિલની બઢતીનું પ્રમોશન ભુજ ખાતે થતા તેમનો સન્માન અને વિદાય સમારોહ ગતરોજ યોજવામાં આવ્યો હતો, જેમાં ખોડાભાઈ ગોહિલે પોતાની આ સંસ્થામાં આઠ વર્ષની ફરજને યાદ કરતાં કેટલીએ વાતો યાદ કરી હતી.
તેઓ આઠ વર્ષથી આ સંસ્થામાં એક કર્તવ્ય પરાયણ, નિષ્ઠાવાન, પ્રામાણિક અને સમય બદ્ધતાને મૂર્ત કરતા કર્મચારી રહ્યા છે અને વિદ્યાર્થી અને સંસ્થાના સતત ઉત્કર્ષમાં ચિંતનશીલ અને કાર્યશીલ રહ્યા હતા તેમજ કહેવાય છે કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે આ સંસ્થા સાથેની તેમની આત્મીયતા, લાગણી અને વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે, કોલેજના સંપૂર્ણ સ્ટાફ સાથે જેમનો એક અનન્ય નાતો સંબંધ રહ્યો છે ને સંબંધો કેળવ્યા હોઈ જેનો લાભ આ કોલેજને પણ મળ્યો હતો.
કોલેજના શૈક્ષણિક સ્ટાફમાંથી જે.સી. ઠાકોર, ડૉ. આર.કે. રોહિત, ડૉ. પ્રશાંત શર્મા, ડૉ. એ.બી. વાઘેલા ઉપરાંત વહીવટી વિભાગ અને વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની ખોડાભાઈ ગોહિલ પ્રત્યેની લાગણીઓને અને તેમના કામની સરાહના શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી.
ઉપરાંત ખોડાભાઈ ગોહિલને વિવિધ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી, આ પ્રસંગે ભૂતપૂર્વ સ્ટાફ એવા પ્રિન્સિપાલ ડૉ. એચ.વી. સેંજલિયા, ડૉ. આર.કે. ચોવટિયા, ડૉ. આર. જે. મનસુરી, અધ્યાપકોમાં ડૉ. કિશોરસિંહ પરમાર, ડૉ. બિપિન ચૌધરી, ડૉ. ભાવિક પંચાસરા તથા ડૉ. હિના પંચાસરા, ડૉ. વિનુભાઇ ભરવાડ, ડૉ. ચંદ્રેશભાઇ ખરાડી, જોરાભાઇ રબારી, મયુર મેવાડા વગેરે મહાનુભાવોએ વિડિયો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
- Advertisement -
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ