| |

POLITICS: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને બીજો ઝટકો : અરવિંદ લાડાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામું

LADANI RAJINAMU

Politics: ગુજરાતમાં જાણે કે કોંગ્રેસ માટે આકરા પાણી જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.ગઈ કાલે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા,અંબરીશ ડેર અને કુંડારીયા રાજીનામુ આપી વિધિવત ભાજપમાં જોડાયા હતા.ત્યારે આજે સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે.

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના રાજીનામાથી કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે. આજે બપોરે લાડાણીએ રાજુલામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગુપ્ત બેઠક યોજી હતી. એ પછી પાંચ વાગ્યા સુધઈમાં તો ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્નાષ બંગલોએ પહોંચી ગયા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ હાજર હતા.

Nirbhay Marg News YouTube Channel

મહત્ત્વનું છે કે, બાઇક લઈને લોક પ્રશ્નોનું નિવારણ લાવવા માટે જાણીતા અરવિંદ લાડાણીએ માણાવદર સીટ પરથી ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને હરાવ્યા હતા. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ લાડાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ. સરકારમાં સામેલ થઈ વિસ્તારનો વિકાસ કરીએ. આ અંગે મેં ગઈકાલે (5 માર્ચ, 2024) સાંજે જ નિર્ણય કર્યો હતો. મારા પર કોઈ દબાણ નથી. મેં મારા મનના નિર્ણયથી રાજીનામું આપ્યું છે. હું પેટાચૂંટણી લડવાનો છું. કોઈ કમિટમેન્ટ નથી.

Nirbhay Marg News YouTube Channel

કનુભાઈ પણ કેસરિયા કરે તો નવાઈ નહિ :

ભાવનગર જિલ્લામાં કોંગ્રેસમાં પકડ ધરાવતા કનુ કળસરિયા કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો કરે તેવું માનવામાં આવી રહ્યું છે. કનુ કળસરિયા મહુવાના ધારસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. AAPમાં સક્રિય રહ્યા બાદ છેલ્લાં કેટલાંક વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય છે. કનુ કળસરિયાએ 1998માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર છબીલદાસ મહેતાને બમણા મતથી હરાવી ‘જાયન્ટ કિલર’ તરીકે ઓળખ ઊભી કરી હતી.કનુ કળસરિયા કોંગ્રેસમાં જોડાયા તે પહેલાં અપક્ષ, આપ અને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે.ગુજરાતમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો