ANAND : આણંદના ડોકટર કનુ નાયક પર બાળકની તસ્કરીનો આરોપ

આણંદમાં એક અજૂગતી ઘટના સામે આવી છે. મૂળ ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી કેદાર જાેશી ૩૨ વર્ષ પછી આણંદના ડોકટર કનુ નાયક પર બાળકની તસ્કરીનો આરોપ લગાવ્યો છે. જાે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ જિલ્લામાં ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. કેદાર જાેશીને ૨૦૧૯માં કોરોનાનો પીરિયડ ચાલી રહ્યો હતો ત્યારે તેના પાલક માતા પિતાએ સમગ્ર વાસ્તવિકતાથી કેદારને અવગત કર્યો હતો. અને જણાવ્યુ હતુ કે તે તેમણો દત્તક પુત્ર છે.

આ સમગ્ર ઘટના અંગે કેવલ જાેશીએ જણાવ્યું કે તેમના પાલક માતા પિતાને ૧૪ વર્ષથી સંતાન ન હતા. તેથી જ કેવલને આણંદના હોમિયોપેથિક ડૉક્ટર કનુ નાયક પાસેથી દત્તક લેવામાં આવ્યો હતો. આ સાંભળીને કેવલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે પોતાના જન્મદાતા માતા-પિતાને શોધવા નીકળી પડ્યો હતો. તેણે તેને વેચનાર ડૉક્ટરની પણ શોધ શરૂ કરી. જેથી તેને સજા થઈ શકે. તો આ કેસમાં આણંદ પોલીસે તપાસ હાથ ધરી છે.

કેવલ જાેશીની અરજી મુજબ આણંદના હોમિયોપેથિક ડોક્ટર કનુ નાયકે તેને પૈસા માટે વેચી દીધો હતી. આ સાથે જ કેવલે દાવો કર્યો હતો કે તેને ૧૯૯૧ માં ૭૦૦૦ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. કેવલ જાેશીના જણાવ્યા અનુસાર તેને દત્તક લેવાના કોઈ પણ પ્રકારના દસ્તાવેજ કરવામાં આવ્યા નથી. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ કોઈ બાળ તસ્કરીનું કોઈ મોટુ કૌભાંડ પણ હોઈ શકે છે.