|

WORLD: અમેરિકામાં ગુજરાતીનો ડંકો,અમેરિકન પ્રેસિડેન્ટ બાઈડેન હવે નિમિષ પટેલની સલાહ લેશે!

NIMESH PATEL

અમેરિકામાં ભારતીયો અને ગુજરાતીઓ એટલી મોટી સંખ્યામા છે, કે હવે અમેરિકાના વિકાસમાં પણ આપણું યોગદાન છે. હવે બાઈડેન સરકાર વેપારને લગતા મામલામાં ગુજરાતી નિમિષ પટેલની સલાહ લેવાની છે.

World: જગત જમાદાર અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને મૂળ ગુજરાતી અને ઈન્ડિયન અમેરિકન એટર્ની નિમિશ પટેલને ટ્રેડ પોલિસી એન્ડ નેગોશિયેશન્સની એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે. એટલે કે હવે અમેરિકન સરકાર યુનાઈટેડ સ્ટેટ્સના વેપાર મામલે નિમિશ પેટલની સલાહ લેશે. 

ડ પોલિસી એન્ડ નેગોશિયેશન્સની એડવાઈઝરી કમિટિમાં કુલ 45 સભ્યોનો સમાવેશ થાય છે. આ 45 સભ્યો ઈન્વેસ્ટમેન્ટ, વેપાર, વિકાસને લગતા મુદ્દા, નોન ફેડરલ ગવર્નમેન્ટ, લેબર ઈન્ડસ્ટ્રી, ખેતી, નાના વેપારો, સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ, રિટેઈલર્સ, બિન સરકારી પર્યાવરણીય સંસ્થાઓ અને ગ્રાહકોના હકો મામલાના નિષ્ણાતો હોય છે. વ્હાઈટ હાઉસે ગયા શુક્રવારે જ આ કમિટિમાં 8 નવા સભ્યોના નામની જાહેરાત કરી છે, જેમાં નિમિષ પટેલનું નામ પણ સામેલ છે.

Nirbhay Marg News YouTube Channel

હાલ નિમિશ પેટલ ન્યૂયોર્ક બેઝ્ડ મિશેલ સિલબરબર્ગ એન્ડ ક્નૂપ નામની લો ફર્મમાં કોર્પોરેટ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના હેડ છે.  તેઓ પ્રાઈવેટ અને પબ્લિક કંપનીઝના મર્જરના નિષ્ણાત ગણાય છે, સાથે જ વેન્ચર કેપિટલ ફાઈનાન્સિગ, આઈપીઓ અને અન્ય ફાઈનાન્સ તેમજ કોર્પોરેટર રિસ્ટ્રક્ચરિંગમાં પણ તેમની માસ્ટરી છે. 

Nirbhay Marg News YouTube Channel

આ પહેલા નિમિશ પેટલ સેન્ટા મોનિકા-મલીબુ યુનિફાઈડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટના સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશનના સભ્ય તરીકે પણ ચૂંટાઈને પોતાની સેવા આપી ચૂક્યા છે.  તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન 11 હજારથી વધુ વિદ્યાર્થીઓને અસરકર્તા નિર્ણયોમાં સામેલ હતા, સાથે જ તેઓ 100 મિલિયન ડૉલરના ઓપરેટિંગ બજેટ અને 300 મિલિયન ડૉલરના ખર્ચ બજેટની પણ દેખરેખ રાખતા હતા.

source: vtv news

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો