RAIN UPDATE: વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,10 સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે.
ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે.12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે.અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે.

(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
- Advertisement -
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper