હોસ્પિટલના અચાનક છતનો કાટમાળ પડતાં પીઓપી સહિતનું સ્ટ્રક્ચર ધરાશાહી થયું હતું
SVP હોસ્પિટલમાં અવારનવાર છત પડવાની તેમજ પાણી પડવાની ઘટનાઓ બની ચુકી છે. હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી હતી. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા. તેમાં ફરી પાણી ભરાવાની બેદરકારી સામે આવતાં તંત્રની પોલ ખુલી ગઈ હતી.
હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં RCCની છતમાં વચ્ચે લાગેલી પીઓપીની શીટ લગાવેલી છે. જે 5 જેટલી શીટ તૂટી છે. જો કે, જ્યાં દર્દીઓના બેડ છે. ત્યાં શીટ નથી પડી. ચાલવાનું પેસેજ છે ત્યાં શીટ તૂટી હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
જો કે ડાયાલિસિસ વોર્ડમાં દર્દીઓ નહીં હોવાથી મોટી જાન હાની ટળી હતી.ભૂતકાળમાં પણ POPની છત તૂટી પડી હતી. તેમજ ઓપરેશન થિયેટરમાં પણ પાણી પડ્યું હતું.