ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે સુનાવણી કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રજૂઆત કરી હતી કે મેટ્રો કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ પર થોડો સમય રોક લગાવવી જોઈએ. રિવિઝન અરજી પર નિર્ણય બાકી હોય, રાહત મંજૂર કરવી જોઈએ. તાજેતરમાં જ કેજરીવાલના સમન્સને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તે પછી પણ તેઓ હાજર રહ્યા ન હતા પરંતુ હવે કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે આ કેસની સુનાવણી કરશે.
ટ્રાયલમાંથી રાહત મેળવવા તેઓ હાઈકોર્ટમાં ગયા હતા
કેજરીવાલની સ્ટે માટેની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. હવે કેજરીવાલ નીચલી કોર્ટમાં હાજર રહેવાના હતા પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે તમે જ કોર્ટને હાજર રહેવાની ફરજ પાડી હતી. કોર્ટ સમન્સ આપે ત્યારે તમારે હાજર રહેવું પડશે. જ્યારે કેજરીવાલના વકીલે કહ્યું હતું કે તે અગાઉ દિલ્હીમાં પૂરની સ્થિતિને કારણે હાજર રહી શક્યા ન હતા. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે હવે દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે. અરવિંદ કેજરીવાલના વકીલે અલગ-અલગ કોર્ટના ચુકાદાઓ અને કેસોને ટાંકીને હાઈકોર્ટનો વિરોધ કર્યો. હાઈકોર્ટે કહ્યું કે તમે કોર્ટને ભ્રમિત કરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છો.
- Advertisement -
source : gujarat samachar