અમદાવાદમાં હ્રદયદ્નાવક ઘટના સામે આવી છે. નરોડામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી ધસી પડતા 1 મહિલા સહિત 3 શ્રમિકના મોત નીપજ્યા છે. નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર બાંધકામ સાઇટ પર આ દુર્ઘટના ઘટી હતી.
બાંધકામ કરતી વખતે માટી ધસી પડતા શ્રમિકો દટાયા હતા. જેમા સારવાર દરમિયાન ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી હતા. રિંગ રોડ પર આવેલી બાંધકામ સાઈટ પર ગઇકાલે રાત્રે પડેલા વરસાદને કારણે માટી ધસી પડી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. અન્ય મજૂરોએ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમે ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરી હતી.
દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળ પર દોડાદોડી મચી ગઈ હતી. અન્ય મજૂરોએ તેમનુ કામ અટકાવી દઈ માટી નીચે દટાયેલા શ્રમીકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. જાે કે ગૂંગળાઈ જવાને કારણે ત્રણ શ્રમિકના મોત નિપજ્યા હતા.