અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનાં મોત થયાં હતાં. એ સમયે અકસ્માત કરનાર 20 વર્ષીય તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળે આવ્યા હતા. લોકોને ધમકાવીને રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી તથ્યને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા.
લોકોને ધમકાવવાના ગુના માટે પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. હાલ તે સાબરમતી જેલમાં બંધ છે. તેણે ગુજરાત હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. જેની આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે તેના હંગામી જામીન ફગાવી દીધા છે. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી મેડિકલ તપાસમાં સહકાર આપતો નથી. તબીબી સલાહ મુજબ તેનું શરીર ફિટ છે.
પ્રજ્ઞેશ પટેલ સામે કઈ કલમ હેઠળ ગુનો પ્રજ્ઞેશ પટેલે પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરીને ચાર્જશીટ રજૂ કરી છે.
પ્રજ્ઞેશ પટેલના ઓન રેકોર્ડ વકીલ ઝીલ શાહ છે. પોલીસની ધરપકડ બાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત કરાયો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. અત્યારે તે સાબરમતી જેલમાં બંધ છે.
- Advertisement -
SOURCE : DIVYA BHASKAR