ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)એ ગઈ 9મી જૂને પોરબંદર અને સુરતથી કુલ 4 આઇએસઆઇએસના સભ્યોની ધરપકડ કરી હતી. ત્યારે વધુ એક સભ્યની શ્રીનગરમાંથી ધરપકડ કરાઈ છે.
આ દરમિયાન ગુજરાત ATSની તપાસમાં ભારતના દક્ષિણ ભાગમાં આતંકી સંગઠન સાથે જોડાવા અનેક લોકોએ પ્રયાસ કર્યા હતા. જે ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચ્યું હતું. આ આખું નેટવર્ક ટેલિગ્રામ એપ્લિકેશનથી ચાલતું હતું.આ ટેલિગ્રામ નેટવર્કમાં ઈસ્માલિક દેશ માટે કંઈપણ કરી છૂટવાની તૈયારી દર્શાવતા ચેટિંગ ATSને હાથ લાગ્યા છે.
ગુજરાત ATSએ ઓડિયો-ક્લિપ અને વીડિયો રિકવર કર્યા છે, જેમાં આતંકી સંગંઠન સાથે જોડાયેલી મહિલા અનેક વખત જમ્મુ-કાશ્મીર ગઈ હોવાના પુરાવા પણ હાથ લાગ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં આઇએસઆઇએસનો મેસેજ પહોંચે એ માટે આખી ગ્રાફિટી એક દીવાલ પર તૈયાર કરાઈ હતી, જેની જાણકારી પણ ગુજરાત પોલીસને મળી છે. જ્યારે શ્રીનગરથી પકડાયેલા આરોપી આર્થિક રીતે સધ્ધર હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
SOURCE : DIVYA BHASKAR