|

CRIME: ચોરીના બાઈક સાથે સુલ્તાનપુરનો યુવક ઝડપાયો, મિત્રના કહેવાથી બાઈક ચોર્યું

bikeThief Vadnagar

CRIME: મહેસાણા SOG ની ટીમ વડનગર પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીને આધારે ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ બાઈક એક માસ અગાઉ ઉનાવાથી તેના મિત્રએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે સુલતાનપુરના અરવિંદજી ઠાકોરને ઝડપી પાડી બાઈક ચોરી કરનાર બાલાજી ઠાકોરને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણા SOG ટીમને બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ શખ્સ ચોરીનું બાઈક લઈ હિમાલિયા કંપની પાસેથી પસાર થઈ રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી શખ્સને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સુલતાન પુરા ગામે રહેતો ઠાકોર અરવિંદજી ઉર્ફ સોમો હોવાની જાણ તેણે કરી હતી.

Nirbhay Marg News YouTube Channel

સમગ્ર કેસમાં પોલીસે બાઈક અંગે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, આજથી બે માસ અગાઉ મારા કહેવાથી તેના ગામમાં રહેતા મિત્ર બાલાજી સરતાજી ઠાકોરે ઉનાવા ખાતે આવેલ મીરાદાતાર દરગાહ પાસેથી બપોરે બાઈક ચોરી કર્યું હતું. સમગ્ર કેસમાં પોલીસે તપાસ કરતા ઉનાવા પોલીસમાં ઝડપાયેલા બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાઇ હતી. વધુ પૂછપરછ કરતા તેના મિત્ર એ અન્ય એક બાઈક પણ ત્યાંથી જ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે બાઈક ચોરી કરનાર શખ્સને ઝડપવા તજવીજ આદરી છે.

Nirbhay Marg News YouTube Channel

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો