Acb Gujarat: ગુજરાતમાં દિવસેને દિવસે લાંચિયા કરમચારીઓ તતથા અધિકારીઓ એસીબીના હાથે ઝડપાવાના કિસ્સા વધતા જાય છે.ત્યારે ભાવનગરના બોટાદ રાજ્યવેરાની કચેરીએથી એક અધિકારી રૂપિયા ૨૦૦૦૦ ની લાંચ લેતા એસીબી ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી રામ એન્ટરપ્રાઈઝ નામની પેઠીના વર્ષ ૨૦૨૦ ના થયેલા ટ્રાન્જેક્શન બાબતે નોટીસ આપેલી જે બાબતે આગશ કોઈ કાર્યવાહી ના કરવા રાજ્યવેરા અધિકારી રિમલ જશવંતભાઈ ઠુમ્મર એ ફરીયાદી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જમાં ૮૦,૦૦૦ રૂપિયા અગાઉથી ફરીયાદીએ આપી દિધા હતા અને ૨૦૦૦૦ આપવાના બાકી હતા.તે તા.૧૧-૦૯-૨૩ ના રોજ તાલુકા સેવા સદનના ચોથા માળે, રાજ્ય વેરા અધિકારીની કચેરી ઘટક ૭૭ માં આરોપી સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. બોટાદ એ.સી.બીના પોલીસ ઈન્સપેક્ટરે લાંચિયા અધિકારીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી: રિમલ જસવંતભાઇ ઠુમ્મર, રાજય વેરા અધિકારી, વર્ગ-૨, બોટાદ, જી.બોટાદ.
લાંચમાં સ્વીકારેલ/રિકવર કરેલ રકમઃ રૂપીયા ૨૦,૦૦૦/-
- Advertisement -
ટ્રેપીંગ અધિકારીઃ
શ્રી આર.ડી.સગર
પોલીસ ઇન્સ્પેકટર
બોટાદ એ.સી.બી.પો.સ્ટે તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારીઃ
શ્રી બી.એલ.દેસાઇ
ઈ.ચા મદદનીશ નિયામક
ભાવનગર એસીબી એકમ
- Advertisement -

(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper