પાટણ જિલ્લાના સાંતલપુરના વારાહી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા સીઆરપીસી 41-1(D)માં ફરિયાદીના ભત્રીજાનું નામ શકમંદ આરોપી તરીકે નહી ખોલવા અને તેઓની ધરપકડ નહી કરવા બદલ 3.50 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી. વારાહી પોલીસ સ્ટેશનનના પોલીસ કોન્સ્ટેબલ હરીસિંહ સરદારસિંહ વાઘેલા વતીઈકબાલખાન કરીમખાન મલેક નામના વચેટિયાએ લાંચની માગણી કરી હતી. પરંતુ, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરી હતી.
પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અને વચેટિયાના સાડા ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના ભત્રીજાનું એક કેસમાં શકમંદ આરોપી તરીકે નામ નહી ખોલવા અને ધરપકડ નહીં કરવા બદલ લાંચની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા આજે છટકું ગોઠવી પોલીસ કોન્સ્ટેબલ અને વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
એસીબીએ વારાહીમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલે સાડા ત્રણ લાખની લાંચની માગણી કરી હતી અને વચેટિયાને રકમ આપવા જણાવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલના કહેવાથી વચેટિયાએ નાણા સ્વીકારતા એસીબીએ બંનેને ઝડપી પાડ્યા હતા. એસીબીએ બંને આરોપીઓને ડીટેઈને કરી વધુ તપાસ હાથ ધરી છે.