- પીએસઆઈ એન એન ગોહેલ અને તેમની ટીમે બહુચરનગરના છાપરામાંંથી દારૂ ઝડપ્યો

વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ નીનામાની સુચનાથી પીએસઆઈ એન એન ગોહેલ અને તેમની ટીમે રાત્રે ૮ વાગ્યાના સુમારે સંજયસિંગ વિનુસિંગ રાઠોડ નામના શખ્સને દેશી બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૨૨ કિંમત રૂપિયા ૧૦૧૨૫/- ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસનગર શહેર પીઆઈ નિનામાની સુચનાઓથી વિસનગર શહેર પોલીસ દારૂના દુષણ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે. જેમાં પીએસઆઈ એન. એન. ગોહેલ અને તેમની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે.