VISNAGAR : પુરપાટ જતાં ટેન્કરની ટક્કરથી સફાઈકર્મીનું મોત

વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ક્વાર્ટરમાં રહેતા વાલ્મિકી રાજુભાઇ નટવરભાઈની દીકરી કોમલબેન પાલિકામાં ચાલતા સફાઇના કોન્ટ્રાક્ટમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરતી હતી.

કોમલબેન, રાજુભાઇના સાસુ કોકીલાબેન, દિપ્તીબેન સહિતના કર્મચારીઓ વિસનગર-ખેરાલુ રોડ ઉપર આવેલ ગંજબજારના પાછલા ગેટ નજીક સફાઇ કરી રહ્યા હતા.

ત્યારે પુરઝડપે આવી રહેલ ટેન્કર (જીજે 18 એઝેડ1905)ના ચાલકે ટક્કર મારતાં કોમલબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં

તાત્કાલિક વિસનગર સિવિલમાં લઈ જતાં ફરજ પરના તબીબે કોમલબેનને મૃત જાહેર કરી હતી.

વિસનગર-ખેરાલુ હાઇવે ઉપર ગંજબજારના પાછલા ગેટ નજીક પાલિકાના કોન્ટ્રાક્ટમાં ડિવાઈડર નજીક રેત નો ઢગલો ભરી રહેલ

સફાઇ કર્મચારી યુવતીને પુરઝડપે આવી રહેલ ટેન્કરચાલકે ટક્કર મારતાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.