હડાદ તાલુકાનો ખંઢોરઉંબરી જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ આજે આદિવાસી સમાજવાડી હડાદ ખાતે શ્રી લાધુભાઈ પારધી ની આગેવાની હેઠળ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લાના મન કી બાત કાર્યક્રમના સહ ઈનચાર્જ શ્રી વિનોદભાઈ ઉમટ હાજર રહ્યા હતા, તે ઉપરાંત દાંતા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બડગુજર, જિલ્લા મંડળના તેમજ તાલુકા મંડળના હોદ્દેદારો તેમજ આજુબાજુના ગામોના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં,
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહેમાનોએ તમામને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી હતી ,
ત્યારબાદ સ્થાનિક લોકોએ સોંગ નૃત્ય, અને ઢોલ નૃત્ય તેમજ પારંપરિક ભજનો દ્વારા મનોરંજન કરાવી ઉપસ્થિત તમામ મહેમાનોના દિલ જીતી લીધા હતા.
સમગ્ર કાર્યક્રમમાં બે હજાર કરતા વધુ સંખ્યા ઉપસ્થિત રહી હતી તેમજ કાર્યક્રમના અંતે તમામે ભોજન લીધું હતું.
આ આયોજન સમગ્ર જિલ્લામાં સૌથી સુંદર રહ્યું હતું જેના ઈનચાર્જ શ્રી લાધુભાઈ પારધી અને સહ ઈનચાર્જ શ્રી માધુભાઈ ધ્રાંગીએ ખુબજ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.