ચુંટણીપંચ પર જગદિશ ઠાકોરનો મોટો આરોપ , કોંગ્રેસના બૂથ છે ત્યાં મશીન ધીમા છે

AHMEDABAD Banaskantha election GUJARAT Mehsana North Gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

નરોડા ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે ચૂંટણીપંચ ભાજપના ખોળે બેસી ગયું છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં કોંગ્રેસની સીટવાળી બેઠકો છે ત્યાં ખૂબ જ ધીમું મતદાન થઈ રહ્યું છે.

125 સીટ સાથે કોંગ્રેસની સરકાર બનાવશે
અમારી ફરિયાદો નથી લેતા. અત્યારે સવારથી જાણ થઈ રહી છે કે અમારાં બૂથો છે ત્યાં ધીમું મતદાન ચાલે છે.

પહેલા ફેઝમાં 63 એવીએમ મશીનો બંધ પડ્યાં છે. એના રિઝલ્ટનું શું? એનો કોઈ જવાબ નથી આપી રહ્યા. ધીમું મતદાન કોંગ્રેસનાં બૂથો પર ચાલી રહ્યું છે તેની ફરિયાદો કરી રહ્યા છીએ તેનો કોઈ નિકાલ નથી થતો.

પોલીસની ધાક-ધમકી, ગુંડાગારી અને આખું ચૂંટણીપંચ ભારતીય જનતા પાર્ટીના ખોળે બેઠું એવું વાતાવરણ ગુજરાતમાં છે છતાં પણ ગુજરાતની પ્રજા આ વખતે 125 સીટ સાથે કોંગ્રેસની સરકાર બનાવે છે અને ગુજરાતની પ્રજા કોંગ્રેસને આશીર્વાદ આપે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *