બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.1 વાગ્યા સુધીમાં કુલ 32.41% મતદાન નોંધાયુ છે.
ઊંઝા વિધાનસભામાં આવતા કરલી ગામે આજે બપોરે બુથ મથકની 40 મીટર રેન્જમાં BJPના સ્ટીકર મારેલી ઇનોવા ગાડી ઘુસી આવતા હોબાળો મચ્યો હતો.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉર્વીશ પટેલ અને BJPના કોઈ કાર્યકરો વચ્ચે હોબાળો થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ત્યારે ગાડી ચાલક ભાગવાની કોશિશ કરતા પોલીસ આવી જતા મામલો શાંત પડ્યો.
11 વાગ્યા સુધીમાં 21.85 ટકા મતદાન નોંધાયુ. લોકો સવારથી મત આપવા માટે લાઈનોમાં લાગ્યા છે.
9 વાગ્યા સુધીમાં 4.56 ટકા મતદાન નોંધાયુ છે.2017માં 1 લાખ 53 હજાર 254 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 71.86% મતદાન થયું હતુ. જેમાં 71 હજાર 301 મહિલાઓ અને 80 હજાર 307 પુરુષોએ મતદાન કર્યુ હતુ.
આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ડો. આશા પટેલ 19 હજાર 529 મતથી જીત્યા હતા. જેમાં ડો. આશા પટેલને 81 હજાર 797 મત મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવાર નારાયણ પટેલને 62 હજાર 268 મત મળ્યાં હતા.
આ વખતની ચૂંટણીમાં ઊંઝા બેઠક પર કેટલુ મતદાન થશે? આ વખતે ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી અરવિંદ પટેલ અને આમ આદમી પાર્ટીએ ઊર્વિશ પટેલને મેદાને ઉતાર્યા છે.
જેમાં હવે જોવાનું એ છે કે, આ વખતની ચૂંટણી જંગમા કઈ પાર્ટી બાજી મારશે?.

(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper