સિનિયર સિટિઝન પૂર્ણિમાબેન શેઠ ઑક્સિજનના સહારે મતદાન કરવા પહોંચ્યા

AHMEDABAD election GUJARAT

આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે સ્વસ્થ લોકોને મતદાન કરવાનો ઉત્સાહ આવે તેવો કિસ્સો શહેરના વેજલપુરમાં નોંધાયો છે.

મહિલા ગંભીર બીમારીથી પીડાય છે અને તેમનું નામ પૂર્ણિમા શેઠ છે.

સિનિયર સિટિઝન એવા પૂર્ણિમા શેઠ ઑક્સિજનના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા.

તેઓ ફાયબ્રોસિસ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે .

પૂર્ણિમા બહેન નૂતન કુમાર શેઠે આજે પોતાના દીકરા સહિતના પરિવારજનો સાથે મમતપુરા સ્કૂલ વેજલપુર સ્કૂલ નજીક મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

6 વર્ષથી વધુ સમયથી મહિલા બીમારીથી પીડાઈ રહ્યા છે, પણ દરેક ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે આવે છે, મહત્વની વાતએ છે કે 4 વર્ષથી બીમાર મહિલા મતદાન કરવા માટે ઓક્સિજનના સહારે આવે છે અને પોતાનો મત આપે છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે 1 વાગ્યા સુધીનો ટ્રેન્ડ જોઈએ તો જિલ્લામાં 35 ટકા જેટલું સરેરાશ મતદાન યોજાયું છે.

જો કે શહેરમાં મતદાનની સરેરાશ 30 ટકા છે. અમદાવાદ શહેરમાં સૌથી ઓછું મતદાન ઠક્કરબાપાનગર ખાતે 25.12 ટકા રહ્યું છે. જ્યારે તેનાથી થોડું વધારે એલિસબ્રિજમાં 25.26 % મતદાન નોંધાયું છે


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *