સોનાની દાણચોરીનું હબ બની ગયેલા અમદાવાદ એરપોર્ટ પર દુબઇથી લોડરની મદદથી કસ્ટમ ડ્યૂટી ભર્યા વિના બારોબાર સોનુ વેચવાનું રેકેટ પકડાયું છે. આ રેકેટમાં એરપોર્ટ કસ્ટમ્સના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પણ મિલિભગત હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. અગાઉ સોનાની દાણચોરીમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર, એરલાઇન્સ સ્ટાફની સંડોવણી બહાર આવી ચૂકી છે. એરપોર્ટ પર સોનાની દાણચોરી માટે એરપોર્ટ એરાઇવલના ‘વૉશરૂમ’નો ઉપયોગ થઈ રહ્યો છે.
એરપોર્ટ સૂત્રોના મતે આ મોડસ ઓપરેન્ડીથી અત્યાર સુધી અનેકવાર મોટી માત્રામાં સોનું એરપોર્ટ બહાર કાઢી દેવાયું છે. એરપોર્ટના એરાઇવલનો વૉશરૂમ એવી જગ્યાએ બનાવાયો છે, જ્યાંથી સોનાની સરળતાથી દાણચોરી કરી શકાય છે. આમ અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે સોનુ ઘૂસાડીને અત્યાર સુધી કરોડોની ડ્યૂટી ચોરી કરાઈ હોઈ શકે છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોના મતે, સોનાની દાણચોરીમાં એરપોર્ટ-કસ્ટમના અધિકારી, કર્મચારીની પણ શંકાસ્પદ ભૂમિકા છે

(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper