ભાપડી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે એક દિવસીય ગરબાનું કરાયું આયોજન

Banaskantha BHAKTISANDESH GUJARAT Tharad

થરાદ તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાપડી ખાતે ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૨ને મંગળવારના રોજ માતાજીના નવમાં નોરતે એક દિવસીય ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું,.

ગરબાની શરૂઆત શાળાના આચાર્ય દશરથભાઈ દરજી તથા શાળા પરિવાર દ્વારા માતાજીની આરતીથી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ માતાજીને બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સૌએે સાથે પ્રસાદ લીધા બાદ પરંપરાગત પોષાકમાં સજ્જ વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર માતાજીના ગરબાના તાલે આનંદ- ઉલ્લાસ સાથે પ્રાદેશિક રાસ- ગરબા રમ્યા હતા, આ પ્રસંગે ખૂબ સુંદર સાઉન્ડ સિસ્ટમ શાળાનાં બિન – શૈક્ષણિક કર્મચારી ખેમજીભાઈ બ્રાહ્મણ દ્વારા પુરુ પાડવામાં આવ્યુ હતુ.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *