ગાંધીનગર ના રાંદેસણ ખાતે આવેલ લેન્ડમાર્ક લિવિંગ માં સુંદર નવરાત્રી નું આયોજન

BHAKTISANDESH FESTIVAL GANDHINAGAR GUJARAT

પાર્ટી પ્લોટ ના ગરબા આવી ગયા પછી જયારે શેરી ગરબા નું મહત્વ ઓછું થતું જાય છે ત્યારે લેન્ડમાર્ક લિવિંગ ખાતે આપડી ભાતીગઢ સંસ્કૃતિ ને જીવંત રાખવાનું ઉમદા ઉદાહરણ પૂરું પડાયુ છે.

ફ્લેટ ની સ્કીમ માં પણ આવું આયોજન થઇ શકે, અને પરિવાર એક સાથે માઁ આદ્યશક્તિ અંબામાં ના ગરબા ના તાલે ઝુમી શકે તેવું ઉમદા ઉદાહરણ લેન્ડમાર્ક લિવિંગ એ પૂરું પાડ્યું છે.

સુંદર ડેકોરેશન, અને રોજે માઁ ની આરતી, પ્રસાદ, અને ચણીયા ચોલી પહેરી ને બેન દીકરીઓ ગરબે ઘૂમે અને તે પણ પોતાના આંગણે આના થી રૂડું શુ હોઈ શકે.

નવરાત્રી જ નહિ લેન્ડમાર્ક લિવિંગ માં દરેક તહેવાર આવી રીતે જ ધામ ધૂમ થી ઉજવાય છે અને દરેક મેમ્બર એક પરિવાર ની જેમ સાથે રહીને તહેવાર ઉજવે છે.

અહેવાલ, દિપક વ્યાસ, ગાંધીનગર


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *