વિસનગર તાલુકાના કાંસા ગામે વડના વૃક્ષ પર બનાવાયો મહાકાળી માનો ગબ્બર

BHAKTISANDESH FESTIVAL GUJARAT Mehsana Visnagar

51 વર્ષથી પરંપરાગત ચાલતું આવતું માતાજીનું કરવટુ

વિસનગર તાલુકાના કાંસા ગામે વડના વૃક્ષ પર બનાવાયો મહાકાળી માનો ગબ્બર

વિસનગર તાલુકાના કાંસા ગામે જૂના પરામા છેલ્લા 51 વર્ષોથી વડના વૃક્ષ પર નવરાત્રી દરમિયાન માતાજીનો પર્વત બનાવામાં આવે છે.

જેમાં વડ ના વૃક્ષ પર જ માતાજીના પાવાગઢ જેવો ડુંગર બનાવામાં આવે છે. 51 વર્ષથી પરંપરાગત કરવટુ ચાલ્યું આવે છે જે અત્યારે પણ અકબંધ જોવા મળી રહ્યું છે.

કાંસા ગામે જૂના પરામાં નવરાત્રી નિમિતે અલગ જ આયોજન કરવામાં આવે છે. જેમાં કાંસા ગામે જૂના પરા મહાકાળી માતાજીનો પર્વત 15 ફૂટ ઉપર વડના વૃક્ષ પર પાવાગઢ ગબ્બર બનાવી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

અહીં એક અનોખું આકર્ષણ છે જ્યાં એક રથ પણ મુકવામાં આવે છે જેમાં 1 રૂપિયો નાખવાથી આ રથ ચાલે છે આમ કાંસા ગામે જૂના પરામાં અનોખી રીતે અલગ પ્રકારની નવરાત્રી મનાવવામાં આવે છે.

15 દિવસ સુધી ગબ્બર બનાવાની કામગીરી કરવામાં આવે છે

કાંસા ગામે જૂના પરામાં વડના વૃક્ષ પર ગબ્બર બનાવામાં આવે છે. જેમાં વડના વૃક્ષ પર 15 ફૂટ ઉપર પાવાગઢ પર્વત બનાવામાં આવે છે. જેમાં ભાદરવી અગિયારસના દિવસથી મુહૂર્ત કરવામાં આવે છે અને ભાદરવી પૂનમના દિવસે ગબ્બર બનાવાનું કામ શરૂ કરવામાં આવે છે. જે પંદર દિવસ સુધી યુવાનો મળી લાકડાની પાટો, સીડી માટે પાટો, મોટા મોટા પથ્થરો દ્વારા ગબ્બર બનાવામાં આવે છે.

પરંપરાગત ગબ્બર વડના વૃક્ષ પર ગબ્બર બનાવાની પદ્ધતિ શીખવવામાં આવે છે

છેલ્લા 51 વર્ષોથી વડના વૃક્ષ પર પાવાગઢ ગબ્બર બનાવામાં આવે છે. જેમાં પહેલા વડીલો બનાવતા હતા એના પછી પરંપરાગત રીતે યુવાનોને આ ગબ્બર બનાવાની પદ્ધતિ શીખવવામાં આવે છે. જેમાં બાળકો પહેલા નાનો ગબ્બર બનાવે છે પછી એનાથી આ મોટો 15 ફૂટ ઊંચો પાવાગઢ પર્વત બનાવે છે. છેલ્લા 51 વર્ષોથી આ ગબ્બર બનાવામાં આવે છે પરંતુ આજ દિન સુધી કોઈ ઘટના બની નથી કે કોઈને કંઈ વાગ્યું પણ નથી જે માતાજીનો અનેરો મહિમા બતાવે છે.

આ અંગે ગામના વિપુલભાઈ એ જણાવ્યું હતું કે કાંસા ગામે ત્રણ મોટી માંડવી છે જેમાંથી અમારી વડલા વાળી માંડવી બહુ પ્રખ્યાત છે. તાલુકામાંથી દર વર્ષે વડના વૃક્ષ પર જે આ પાવાગઢ પર્વત બાંધીએ છીએ તેને એ જોવા માટે પણ આવે છે.

વર્ષોથી અમારા વડવાઓથી પરંપરાગત રીતે અમારે એક મતાજીનુ કરવટુ છે જે અને વડના વૃક્ષ પર જમીનની ઊંચાઈ થી 15 થી 20 ફૂટ ઊંચે છે. અરવલ્લી ની ગિરિમાળા માંથી લાવેલા પથ્થરોમાંથી સરસ મજાનું સજાવીએ છીએ.

આ બનાવવા માટે જે યુવાનો, મિત્રો, વડીલો મદદ કરે છે જેમને નખમાં પણ લોહી આવ્યું નથી.એટલી માતાજીની અમારા બધા પર કૃપા છે. જેમાં ગબ્બર બનાવામાં માટે 15 દિવસ જેટલો સમય લાગે છે.

સખત 15 દિવસની મહેનતથી આ ગબ્બર બને છે. કોરોના કાળમાં પણ અમે માતાજીનો ગબ્બર આસ્થાનું પ્રતીક અમે બનાવ્યો છે.

અહેવાલ, ભરતસિંહ વાઘેલા,વિસનગર

 

આપની આજુબાજુ બનતી ઘટનાઓ તથા સમાચાર આપવા સંપર્ક કરો..

રાજેશ યોગી

(તંત્રીશ્રી,નિર્ભયમાર્ગ ન્યુઝ)

મો. 9909978940


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *