અરવલ્લી જિલ્લામાં રહેતા બનાસકાંઠાના બ્રહ્મબંધુઓએ સમાજના મંડળની કરી રચના

Banaskantha GUJARAT Sabarkantha

કળિયુગમાં સંગઠન શક્તિને મહાશક્તિ ગણવામાં આવે છે, જોકે કોઈ પણ કાર્યને સાર્થક બનાવવા માટે મંડળ હોવું જરૂરી હોઈ સામાજિક સહિત વિવિધ મંડળોની રચના કરવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં રહી નોકરી- ધંધો કરતા બનાસકાંઠા જિલ્લાના ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજના બંધુઓએ અરવલ્લી ખાતે સમાજના મંડળની સ્થાપના કરી હતી, અરવલ્લી ખાતે રહેતા શ્રી પાંચ પરગણા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ બનાસકાંઠા જિલ્લાના ભૂદેવોએ આસો સુદ એકમને તારીખ ૨૬/૦૯/૨૦૨૨ ને સોમવારના રોજ શ્રી આનંદ પ્રકાશ પાંચ પરગણા બ્રહ્મસમાજ અરવલ્લી મંડળની રચના કરી હતી.

જેમાં અરવલ્લી મંડળના પ્રમુખ પદે બળદેવભાઈ શ્રીરામભાઈ લાફા, ઉપપ્રમુખ પદે કનુભાઈ દેવશંકરભાઈ રાજગોર, મંત્રી પદે રામચંદભાઈ જગશીભાઈ પુરોહિત સહિત મંડળના સભ્યોની નિયુક્તિ કરાઈ હતી, મંડળ રચના કરાયા બાદ રમેશભાઈ શંકરભાઈ લાફા તરફથી બ્રહ્મ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે અરવલ્લીમાં રહેતા બનાસકાંઠા જીલ્લાના તમામ બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મંડળની રચના કરી નિયુક્તિ થયેલ મંડળના તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ : અરવિંદ પુરોહિત, બનાસકાંઠા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *