સરકારી કોલેજ થરાદ ખાતે સર્જનાત્મક લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

Banaskantha GUJARAT Tharad

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં સરકારના પરિપત્ર મુજબ ક્લાઈમેટ ચેન્જ યુથ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના આચાર્ય ડૉ. એમ.જે. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ આજે બે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્પર્ધા સર્જનાત્મક લેખનમાં પુન: પ્રાપ્ય ઉર્જા, જળ પ્રદૂષણ/બચાવ, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ, નૈસર્ગિક ખેતી જેવા વિષયો ઊપર ૧૪ વિદ્યાર્થી ભાઈઓ અને ૬ વિદ્યાર્થીની બહેનો એમ કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બી.એ. સેમ-૫ ના વિદ્યાર્થીની જોજા મયૂરી બહેને પ્રથમ, બી.એ. સેમ- ૩ના સોલંકી શૈલેષભાઈએ દ્વિતીય અને બી.એ સેમ- ૫ ના વનોળ જોગાભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો.

સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ગુજરાતી વિભાગના ડૉ. રતિલાલ રોહિત અને પ્રા. હરેશ બઢિયા દ્વારા ભજવામાં આવી હતી તેમજ સ્પર્ધાનું આયોજન ઇનોવેશન કલબ અંતર્ગત એના કો-ઓર્ડિનેટર પ્રા.ચિરાગ શર્મા દ્વારા કરાયું હતુ સાથે સાથે કોલેજમાં જ્ઞાનધારા અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી. જેમાં પર્યાવરણને અનુરૂપ જીવનપદ્ધતિ, જમીન બચાવો, ભોજનનો આદર જેવા વિષયો ઉપર બે વિદ્યાર્થીની બહેનો અને ૪ વિદ્યાર્થી ભાઈઓ એમ કુલ ૬ સ્પર્ધકોએ ભાગ લીધો. બી.કોમ સેમ. ૫ના વિદ્યાર્થી પુરોહિત કૌશિક કુમારે પ્રથમ, બી.એ. સેમ ૩ના વિદ્યાર્થી દરજી વિનોદ કુમારે દ્વિતીય અને બી.એ. સેમ ૫ના જોજા મયૂરી બહેને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ઇતિહાસ વિભાગના પ્રા. ભાવિક ચાવડા અને ડૉ. અશોક વાઘેલા દ્વારા ભજવામાં આવી. આ કાર્યક્રમમાં બી.એ. અને બી.કોમના ૩૩ વિદ્યાર્થીઓ અને ૦૭ વિદ્યાર્થીનીઓ એમ કુલ ૪૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જ્ઞાનધારાના કો-ઓર્ડિનેટર ડો. પ્રશાંત શર્મા દ્વારા કરવામાં આવ્યુ. સમગ્ર સ્ટાફ અને ટેક્નિકલ આસિસ્ટન્ટ કે.કે. કટારીયા અને શૈલેષભાઈ ચૌધરીના સહકારથી કાર્યક્રમમાં સફળ રહ્યો.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *