વાવના ભડવેલ ગામે યોજાયો સંગીતમય સુંદરકાંડ

Banaskantha BHAKTISANDESH Vav

વાવ તાલુકાના ભડવેલ ગામે રામ નામ જપ કુટિરમાં આચાર્ય હરિદાસ મહારાજના સાનિધ્યમાં સંગીતમય સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું, ભડવેલ ગામે યોજાયેલા સુંદરકાંડ પઠનમાં શાસ્ત્રી રણછોડભાઈ આચાર્યના મુખેથી સંગીતમય સૂરે સુંદરકાંડનું પઠન તેમજ વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોત કરી ભક્તિરસ પીરસવામાં આવ્યો હતો. જેમાં લોકોએ સુંદરકાંડનું પઠન કરી ભક્તિના રંગે તરબોળ થયા હતા.

સુંદરકાંડ પઠન કરી ઉપસ્થિત સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા તેમજ સૌ ભક્તજનોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો, આ પ્રસંગે શાસ્ત્રીજી, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ગામના સરપંચ કમલેશભાઈ આચાર્ય સહિત અગ્રણીઓ અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંગીતમય સૂરે ગવાતા સુંદર કાંડનું રસપાન કરી સૌએ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ : મયારામ આચાર્ય, વાવ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *