સમી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રૂ.એક લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

CRIME Patan

નાયબ મામલતદાર અમરસિંહ રમણભાઈ ચૌધરી એ.સી.બી. ના સકંજામાં, દસ્તાવેજની નોંધની નકલ આપવા માટે માંગી હતી લાંચ

સમી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અમરસિંહ ચૌધરીને આજે લાંચ રૂશ્વત બ્યુરોની ટીમે રૂપિયા એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ વાતની જાણ સમગ્ર કચેરીમાં થતા જાણે કે સન્નાટો વ્યાપી ગયો હતો અને લાચીયા અધિકારીઓમાં એક જાતનો ડર પેસી ગયો હતો.

વધુ વિગતમાં એક જાગૃત નાગરિક દ્વારા પોતાની મિલ્કતના વેચાણ દસ્તાવેજ કરાવેલ હતા અને તે દસ્તાવેજની નોંધો કાઢી આપવા પેટે આ કામના આરોપી જે સમી વિસ્તારના સર્કલ ઓફીસરના ચાર્જમાં હોય તેઓએ ફરીયાદી પાસે આ કામ કરી આપવા લાંચ પેટે રૂ.૧,૦૦,૦૦૦/-ની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ. જે દરમ્યાન આ કામના આરોપીએ લાંચની રકમ રૂપિયા ૧,૦૦,૦૦૦/- સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયા હતા.

સમી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અમરસિંહ ચૌધરીને એસીબીની ટીમે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આરોપી :

અમરસિંહ રમણભાઈ ચૌધરી, નોકરી- નાયબ મામલદાર સમી , મામલતદાર કચેરી , ચાર્જ-સર્કલ ઓફીસર સમી ,વર્ગ-૩ જીલ્લો-પાટણ

ગુનો બન્યા :

તા.૨૩.૦૯.૨૦૨૨

લાંચની માંગણીની રકમ :

રૂપિયા ૧,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :

રૂપિયા ૧,૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :

રૂપિયા ૧,૦૦,૦૦૦/-

ગુનાનું સ્થળ :

મામલતદાર કચેરી,સમી

ટ્રેપીંગ અધિકારી :

શ્રી જે.પી. સોલંકી, પોલીસ ઇન્સપેકટર, પાટણ એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ

સુપર વિઝન અધિકારી :

શ્રી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભુજ

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *