ચુંટણીપંચ પર જગદિશ ઠાકોરનો મોટો આરોપ , કોંગ્રેસના બૂથ છે ત્યાં મશીન ધીમા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નરોડા ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે ચૂંટણીપંચ ભાજપના ખોળે બેસી ગયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં કોંગ્રેસની સીટવાળી બેઠકો છે ત્યાં ખૂબ જ ધીમું મતદાન થઈ […]

Continue Reading

વાવ બેઠકના અપક્ષ ઉમેદવારની લોકપ્રિયતાએ કરી કોંગ્રેસ -ભાજપની ઊંઘ હરામ.

વાવ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારની ભારે લોકપ્રિયતાથી ભાજપ- કોંગ્રેસને જીતવું લોઢાના ચણા હોવાની લોકમુખે ચર્ચા વાવ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ આશલની મજબૂત બની રહી છે લોકચાહના રાજયમાં ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામ્યો હોય ઉમેદવારો જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જોકે બનાસકાંઠાની કુલ ૯ વિધાનસભા બેઠકો પર ચૂંટણીનો રંગ બરાબર જામ્યો હોઈ હવે […]

Continue Reading

બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર્ભાઈ મોદીએ જાહેરસભાને સંબોધી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા છે, વડાપ્રધાન પાલનપુર પહોંચ્યા છે. જ્યાં જનસભાને સંબોધીને મોડાસા જશે, ત્યારબાદ દહેગામ અને બાવળામાં જનમેદનીને સંબોધન કરશે. પાલનપુરમાં નરેન્દ્રભાઈ […]

Continue Reading

મફત આપવાની વાતો કરતી આપ પાર્ટીના ઉમેદવારે જનતા પાસે માગ્યો આર્થિક સહયોગ

આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષે ચુંટણી લડવા સોશલ મીડીયામાં  પોસ્ટ મુકી જનતા પાસે આર્થિક સહયોગ માગી છે. ટ્વિટર એકાઉંટ પર પોસ્ટ કરીને જનતા સામે મુકી માંગણી પોતાનો ગૂગલ પે ,ફોન પે નંબર કર્યો જાહેર. ગુજરાતમાં મફત સગવડો આપવાની વાતો કરતી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે આર્થિક સહયોગ માંગતા લોકોમાં ઉઠી ચર્ચા .. જનતાને મોટા મોટા સપના દેખાડતી […]

Continue Reading

ફોર્મ પરત ખેંચવાના દિવસે બનાસકાંઠા જિલ્લાની 9 સીટ પરનું ચિત્ર બદલાયું

રાજયભરમાં ચૂંટણીનો પડઘમ વાગી જતા વિધાનસભાની ચૂંટણીનો જંગ લડવા ઉમેદવારોએ ગત દિવસોમાં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી, જોકે ૧૮મી નવેમ્બરે ફોર્મ ચકાસણી થઈ ગયા બાદ આજે ૨૧મી નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાની તારીખ હોઈ ફોર્મ ભરી ચૂકેલ ઉમેદવારોએ બનાસકાંઠા જિલ્લાની ૯ બેઠકો પરથી કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર ઉપસી આવ્યું હતું. જેમાં […]

Continue Reading

થરાદ તાલુકા દશનામ ગોસ્વામી સમાજે સભા યોજી ભાજપને આપ્યું જાહેર સમર્થન

વિવિધ સમાજો ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીને જાહેર સમર્થન આપી હાથ મજબૂત કર્યા રાજયમાં ચૂંટણીનો ધમધમાટ હોઈ પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી પ્રચાર પ્રસારનો વાયુવેગે ધમધમાટ આરંભી દીધો છે, જોકે પ્રચાર પ્રસાર દરમિયાન થરાદ પંથકમાં વિવિધ સમાજો પક્ષોના ઉમેદવારોને સમર્થન આપી ઉમેદવારોના હાથ વધુ મજબૂત કરી પ્રચારમાં સહભાગી થઈ રહ્યાં છે. ત્યારે થરાદ તાલુકા દશનામ ગોસ્વામી સમાજે […]

Continue Reading

આવતી કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ થરાદમાં સભા સંબોધશે

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિકાસના ચૂંટણી પ્રચાર અંતર્ગત ભાજપના કામોને લઈ ચૂંટણી લક્ષી જનસભા સંબોધશે રાજયમાં ચૂંટણીનો જંગ પુરજોશમાં ચાલી રહ્યો હોઈ રાજકીય પક્ષો પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે થરાદ ખાતે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતી કાલે ૨૨મી નવેમ્બરે ગાયત્રી વિદ્યાલયના મેદાનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનસભા સંબોધશે. જોકે […]

Continue Reading

થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ભડોદર પુલ નજીક યુવક- યુવતીએ ઝંપલાવી મોતને કર્યું વહાલું

ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી નર્મદા મુખ્ય કેનાલમાં કોઈ કારણોસર કેનાલમાં પડતું મૂકવાની ઘટના અવાર નવાર બનતી હોઈ કેનાલમાં ઝંપલાવવાની ઘટનાએ ધીરે ધીરે વેગ પકડતી હોય એમ લાગી રહ્યું છે, ત્યારે થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં આજે વહેલી સવારે ભડોદર પુલ નજીક મીઠાવી ચારણના યુવક યુવતીએ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યાનો થરાદ નગર પાલિકાના તરવૈયાઓને જાણ કરાતા […]

Continue Reading

ભાભર તાલુકામા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું

૭ વાવ વિધાનસભાની ચૂંટણીમાં પડઘમ પડી ગયા હોઈ ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે ૭ વાવ વિધાનસભાની ચૂંટણીમાં પડઘમ પડી ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ૭ વાવ બેઠકના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જાહેર કર્યા છે. વાવ રોડ હેપ્પી મોલની બાજુમાં […]

Continue Reading

યાત્રાધામ અંબાજીને બાળ ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે શક્તિ સેવા કેન્દ્ર દ્વારા રેલીનું આયોજન કરાયું

અંબાજીએ ભારતનું પ્રસિધ્ધ યાત્રાધામ છે અને અહીં વર્ષે લાખો યાત્રિકો દર્શન કરવા આવતા હોય છે, અહીં બાળભિક્ષુકો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે જે યાત્રીકો પાસેથી ભિક્ષા માંગતા હોય છે, શક્તિ સેવા કેન્દ્ર દ્વારા યાત્રાધામ અંબાજીને બાળ ભિક્ષુમુક્ત કરાવવાનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ અંબાજીના બાળ ભિક્ષુકોને ભીખ માંગવાનું છોડાવીને ભણવા મોકલવામાં આવશે […]

Continue Reading