76 માં સ્વાતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી મોડાસા શહેરમાં કરાઇ

0
61

 રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિન ની ઉજવણી મોડાસા ખાતે કરવામાં આવી

 રાજ્ય ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો.

 આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે  સૌને આઝાદીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. 

 દેશભરના આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા

 સ્વાતંત્ર્ય સેનાનીઓ  એ દેશ ની પ્રગતિ નો પાયો છે.

 ભૂપેન્દ્ર પેટેલ આઝાદીના લડવૈયાઓને યાદ કરી કહ્યું-  સરદાર પટેલે દેશ ને એક કરવાનું કઠિન કાર્ય કર્યું.

CMએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી કહ્યું- આપણા માટે ગૌરવની વાત કે આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતના બે સપુત ગાંધીજી અને સરદાર સાહેબે લીધું. આઝાદીના 75 વર્ષની ઉજવણી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ અને ગુજરાતના નાગરીકોએ ઉજવી. ગુજરાતમાં દરેક ઘરોમાં તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવ્યું.આપણા માટે ગૌરવની વાત કે આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતના બે સપુત ગાંધીજી અને સરદાર સાહેબે લીધું. આઝાદીના 75 વર્ષની ઉજવણી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ અને ગુજરાતના નાગરીકોએ ઉજવી. ગુજરાતમાં દરેક ઘરોમાં તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવ્યું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય દિવસે કરેલી મહત્વપૂર્ણ જાહેરાતો

  1. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા.01/01/2022 થી 3 ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે. તા.01/01/2022થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. ત્યારે પ્રથમ હપ્તો ઑગસ્ટ-2022, બીજો હપ્તો સેપ્ટેમ્બર-2022ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે.
  2. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.
  3. રાજ્યના બધા જ 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ 1કિલો ચણા આપવામાં આવશે.
  4. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. 10,000/- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. 15,000/- કરવામાં આવશે.
  5. રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.
  6. રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે.
  7. રાજ્યના 50 બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.
  8. વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.
  9. એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવવમાં આવ્યા.

    વરસતા વરસાદમાં પણ રંગારંગ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here